________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
જનની છે. અનુત્તર વિમાનમાં જાય તેવી કરણી કરનારને પણ માયા પ્રથમ ગુણસ્થાને લઈ જાય છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે, “જે સરળ છે, તેનો આત્મા નિર્મળ બને છે અને સરળતાથી નિર્મળ બનેલા આત્મામાં જ ધર્મ ટકે છે”. આમ સરળતાનું બહુ મહત્ત્વ છે. કપટ, માયા કે જૂઠથી આત્મા મલિન બને છે, ભારે બને છે. મારે અંદર અને બહાર એક જ ભાવે રહેવું. આ પ્રકારના સંસ્કાર દ્વારા આત્માને ભાવિત કરવાથી સરલતા, નિષ્કપટતા વગેરે ગુણોની વૃદ્ધિ થાય છે અને સરળતા હોય તો જ ક્ષમાદિ ધર્મો ટકી શકે છે. માયાને જીતવા જીવનમાં સરળતાનું આચરણ જરૂરી છે.
લોભવિજય : બધા જ કષાયોનું મૂળ લોભ છે. લોભ થકી જ ક્રોધ, માન, માયા વગેરેની ઉત્પત્તિ થાય છે આ લોભને જીતવા માટે સંતોષ ખૂબ જ જરૂરી છે. લોભ એ ઝેર છે તો સંતોષ એ અમૃત છે. એટલે જ કહ્યું છે ને કે “સંતોષી નર સદા સુખી'. પુણિયો શ્રાવક ૧૨ા દોકડાની આવકમાં સુખી હતો કારણ કે તેની પાસે સંતોષધન હતું. અપરિગ્રહની ભાવના કે વ્રત વડે લોભને જીતી શકાય છે. પરિગ્રહરૂપી ધન, દોલત, જર, જમીન, સોનું, રૂપું વગેરે જ્યારે મર્યાદિત બની જાય ત્યારે કોઈ વસ્તુ ઉપર મમત્વભાવ રહેતો નથી. કારણ કે મમત્વભાવ કે મૂચ્છ જ પરિગ્રહ છે. કેમ કે વસ્તુ પોતે ન તો પરિગ્રહ છે કે ન તો અપરિગ્રહ, પરંતુ જ્યારે તેમાં આસક્તિ ભાવ ભળે છે ત્યારે જ તે પરિગ્રહ બને છે અને આસક્તિ ભાવ દૂર થતાં તે અપરિગ્રહ બની જાય છે. અમર્યાદિત પરિગ્રહ મહાપાપનું કારણ છે. પરિગ્રહની પ્રાપ્તિમાં, તેના સંરક્ષણ માટે અનેક પાપસ્થાનનો આશ્રય લેવો પડે છે. યથાવસ્તુ માટે મહારંભ, મહાસમારંભ, અસત્યનું આચરણ, છેતરપિંડી વગેરે અનેક પાપોનું સેવન થાય છે. જ્યારે પરિગ્રહની મર્યાદામાં ઈચ્છાની મર્યાદા થતા સંતોષ ગુણની વૃદ્ધિ થાય છે. આત્મામાં સંતોષનું આવરણ થતાં લોભને કિંચિમાત્ર જગ્યા મળતી નથી. લોભ ઉપર વિજય પ્રાપ્ત થતાં જ બાકીના સર્વ કષાયો પોતાની મેળે જ ઢીલા પડી જાય છે.
ક્રોધી સામે ક્રોધ કરવાથી ક્રોધ વધે છે. દુર્ગુણી સામે દુર્ગુણનો પ્રયોગ કરવાથી બંનેમાં દુર્ગુણનો વધારો થાય છે, પરંતુ ઉપશમ-ક્ષમાભાવથી ક્રોધનો, નમ્રતાથી
- ૧૦૯ –