________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
૧૩
સાંપ્રત જીવનની સમસ્યા : કષાયો નિવારવા જૈન ધર્મનું માર્ગદર્શન
[] ડૉ. રતનબેન ખીમજી છાડવા
આજની એકવીસમી સદીમાં કમ્યુટરથી લઈને ફેક્સ, ફોન, મોબાઈલ, આઈપેડ જેવાં અનેક આધુનિક ઉપકરણો દ્વારા દુનિયાના દેશો નજીક આવી રહ્યા છે. તેમ છતાં ધર્મને બદલે અધર્મ, સત્યને બદલે અસત્ય, પ્રેમને બદલે વેર તેમ જ મિત્રતાના
સ્થાને દુશ્મની સાંપ્રત સમયમાં જોવા મળે છે અને માનવ-માનવ વચ્ચેની ભેદરેખા વધતી જાય છે. ભૌતિક સુખને માણતો આજનો માનવી ખરેખર... તો .. માનસિક તાણમાં ખેંચાઈ ગયો છે...
હજી થોડા દિવસ પહેલાં જ એક યુવતીએ કરેલ અગ્નિસ્નાનના સમાચાર વર્તમાનપત્રમાં છપાયા હતા. આ સમાચાર ઉપર શીર્ષક હતું, “અહમ્ ઘવાતા ક્રોધાવેશમાં આવીને યુવતીએ કર્યું અગ્નિસ્નાન”. સમાચાર વાંચતા જાણવા મળ્યું કે એક તાજા પરણેલ પતિ-પત્ની વચ્ચે હનીમૂન મનાવવા ક્યાં જવું તેવી ચર્ચા ચાલતી હતી. વાતવાતમાં આ ચર્ચાએ ઝઘડાનું ઉગ્ર સ્વરૂપ લીધું. પતિ-પત્ની બન્ને પોતપોતાના મનપસંદ સ્થળે જવા માંગતાં હતાં. અને પોતાની જિદ્દને વળગી રહ્યાં. ત્યારે ગુસ્સાના આવેશમાં પતિએ કહી દીધું કે, “જો... જવું જ હોય તો મારી પસંદગીના સ્થળે જ જવું... નહીં...તો ...” આ સાંભળતાં જ પત્નીએ પણ કહી દીધું... “તો . પછી ક્યાંય નથી જવું...” અને પોતાનું ધાર્યું ન થવાથી અહમ્