________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
નિષેધક વિચારણા રાખવી કે પછી “આ ગ્લાસ અડધો ભરેલો છે તેવી વિધાયક વિચારણા રાખવી એ તમારા ઉપર આધાર રાખે છે. આશાવાદી અને નિરાશાવાદી
વ્યક્તિમાં શું તફાવત છે તે માટે એક પ્રસિદ્ધ ઉક્તિ છે કે, “આશાવાદી વ્યક્તિ પ્રત્યેક મુશ્કેલીમાં એક તક જુએ છે, જ્યારે નિરાશાવાદી વ્યક્તિ પ્રત્યેક તકમાં પણ મુશ્કેલીના જ દર્શન કરે છે.
ભગવાન બુદ્ધે પોતાના એક ઉપદેશમાં તેઓ બહુ સરળ ભાષામાં જણાવે છે કે આપણે ચાર રીતે પ્રયત્નો કરવા જોઈએ.
૧. મનમાં સારા વિચાર આવે તેવો પ્રયત્ન. ૨. આવેલા સારા વિચાર મનમાં ટકી રહે તેવો પ્રયત્ન. ૩ મનમાં ખરાબ વિચાર ન આવે તેવો પ્રયત્ન. ૪. આવેલ ખરાબ વિચાર મનમાં ન ટકે તેવો પ્રયત્ન.
વાંચવામાં અને સાંભળવામાં તો આ વાત ખૂબ સરસ અને સહેલી લાગે, પણ આપણું મન આ રીતે કરે છે કે કેમ? તે વિચારીએ તો આ ચારેય પ્રયત્ન આચરણમાં મૂકવામાં આપણી કસોટી થાય તેમ છે. છતાં એટલું પણ નક્કી છે કે આપણે આ દિશામાં સતત પ્રયત્નશીલ તો રહી જ શકીએ. બાકી આપણા જીવનમાં જે કંઈ અનુકૂળતા પ્રાપ્ત થાય તેને ‘હરિકૃપા માનવી અને જે પ્રતિકૂળતા આવી પડે તેને “હરિઇચ્છા' માનીને ચાલવું તેમાં ખોટું શું છે? સમસ્યા તો આવે અને જાય, પણ આપણે આવી પડેલ પ્રત્યેક સમસ્યા કે મુશ્કેલીને એક તક માનીએ તો તે પણ આપણને કંઈક શીખવાડીને જાય છે.
તા. ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ “શ્રી ગોવાલિયા ટંક જૈન સંઘ' (મુંબઈ) પ્રેરિત ‘જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૯'માં મને મારા વિચારો રજૂ કરવાની જે તક આપી તે બદલ આયોજકોની હું આભારી છું. ‘ઉવસગ્ગહર
સ્તોત્ર'ના અર્થને સમજવામાં મને તીથલ શાંતિધામ ખાતે બિરાજમાન “બંધુ ત્રિપુટી’માંના પૂ. જિનચંદ્રજી મહારાજ પાસેથી સુંદર માર્ગદર્શન મળ્યું છે તેનો હું આભાર વ્યક્ત કરું છું.
(ભાવનગરસ્થિત માલતીબહેન નિવૃત્ત પ્રાધ્યાપક છે. તેમનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. સાહિત્ય સંશોધનમાં રસ ધરાવે છે).
O.