________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
વ્યવહારિક દૃષ્ટિએ પણ આ કષાયો જીવને શાંતિ કે સંતોષ પ્રાપ્ત કરાવી શકતા નથી. જેમ દૂધનું વાસણ આગ પર રાખીને તેને બચાવવું સંભવ નથી એમ કષાયની પાસે રહીને શાંતિનો શ્વાસ લેવો અસંભવ છે, કારણ કે ક્રોધ-પ્રીતિનો, વાત્સલ્યનો નાશ કરે છે. માન કષાયથી વિનય ગુણનો ઘાત થાય છે. માયાકપટ મિત્રતાનો નાશ કરે છે, જ્યારે લોભથી સર્વ ગુણો નાશ પામે છે. જેમ કે એક પુત્રએ લોભને વશ થઈ પૈસા માટે પિતા સાથે ક્રોધ કરી સંબંધ તોડી નાખ્યો, તો પ્રીતિનો નાશ થયો, પૈસા માટે પિતા સાથે ઝઘડો કર્યો અને પ્રતિજ્ઞા લીધી કે ગમે તેમ કરીને પણ હું મારો હિસ્સો મેળવીશ. આવા અભિમાનના ભાવથી વિનય ગુણ નાશ પામ્યો. તેણે યેન-કેન પ્રકારે કપટ કરી ધન મેળવ્યું અને પૂછવા છતાં બતાવ્યું નહીં. આવા કપટના ભાવથી સરળતાનો નાશ થયો. આ રીતે એક લોભના કારણે તેના સર્વ ગુણો વિનાશ પામ્યા. કહ્યું પણ છે કે, અતિ લોભ પાપનું મૂળ છે. તેવી જ રીતે સર્વ કષાયોનું મૂળ પણ લોભ જ છે.
જ
આજે વિશ્વમાં ઉપરોક્ત વર્ણવેલી અણછાજતી ઘટનાઓ તો વારંવાર બનતી જોવા મળે છે અને એનું મૂળ કારણ પણ આ કષાયો જ છે. ત્યારે આ સાંપ્રત સમયમાં આવા કષાયોને શાંત-ઉપશાંત કરવા ખૂબ જ જરૂરી બને છે. ત્યારે આવી જટિલ સમસ્યાનું નિરાકરણ જૈનદર્શનમાં ઉપલબ્ધ છે. એટલું જ નહીં જૈનદર્શનમાં તો કષાયની વ્યાખ્યા, તેનું સ્વરૂપ, તેના ભેદ પ્રભેદ, કષાયોની ઉત્પત્તિના કારણો, કષાયની તરતમતા (મંદ-તીવ્ર આદિ) તેમ જ તેનું ફળ વગેરેનું વર્ણન ખૂબ જ વિસ્તારપૂર્વક દર્શાવેલ છે. એટલું જ નહીં, આ ચાર કષાય વિજયના ઉપાય પણ બતાવ્યા છે કે જેમાં વિશ્વની સમસ્યાનું સમાધાન રહેલ છે.
કપાયનું સ્વરૂપ
‘કષાય’ એ સામાજિક શબ્દ છે. કષ+આય = કષાય. ‘કષ’ એટલે સંસાર. કારણ કે તેમાં જીવ માત્ર વિવિધ દુઃખોને કારણે કષ્ટ સહન કરે છે, પીડિત થાય છે. ‘આય” અર્થાત્ પ્રાપ્તિ. આ બન્ને પદોનો સંમિલિત અર્થ એ છે કે, જેના દ્વારા સંસારની પ્રાપ્તિ થાય છે તે કષાય અથવા તો ‘કષ’ એટલે જીવ કે કર્મ. તેનો ‘આય’ એટલે લાભ. અર્થાત્ જેના દ્વારા કર્મોનો તથા ભવનો લાભ-બંધ થાય તે કાય કારણ કે કષાય એ કર્મના ઉત્પાદક છે. કષાય મોહનીય કર્મના ઉદયથી
૧૦૪.
*