________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે. અણાભોગ = વિચાર્યા વિના થતો ક્રોધ અથવા પ્રકૃતિની પરવશતાથી ક્રોધ કરે તે. ઉપશાંત = મનમાં ક્રોધ કરે, અપ્રગટ ક્રોધ. અણુપશાંત = કાયા અથવા વચનથી પ્રગટ થતો ક્રોધ. આ પ્રમાણે માન, માયા અને લોભ કષાયના પણ ચાર-ચાર ભેદ છે.
ક્રોધાદિ કષાયોના ચાર આધાર : ક્રોધાદિ કષાયના ચાર આધાર છે. ચાર સ્થાન પર કષાયો પ્રતિષ્ઠિત હોય છે. (૧) આત્મ પ્રતિષ્ઠિત કષાય : ૧) પોતાની ભૂલ કે પ્રમાદના કારણે પોતાની જાત પર જ ગુસ્સો કરે, પોતાને ધિક્કારે તે આત્મપ્રતિષ્ઠિત ક્રોધ. જેમ કે હાથપગ પછાડવા, પોતાના ગાલ પર તમાચો મારવો વગેરે. ૨) પોતાની શારીરિક, આધ્યાત્મિક વૈભ-લબ્ધિ આદિનું અભિમાન કરે તે આત્મ પ્રતિષ્ઠિત માન. જેમ કે મારું કુળ શ્રેષ્ઠ છે, અહો! મારી પાસે કેટલો વૈભવ છે. ૩) પોતે જ પોતાના મનને બહાના આપી છેતરે, કપટકળા શીખવામાં મન લગાવે તે આત્મપ્રતિષ્ઠિત માયા કહેવાય. જેમ કે - તપસ્વી ન હોવા છતાં તપસ્વીનો સ્વાંગ રચવો. ૪) તપોજન્ય, મંત્રજન્ય લબ્ધિ, અણિમાદિ સિદ્ધિની ઇચ્છા કરે તે આત્મપ્રતિષ્ઠિત લોભ છે. જેમ કે - તપ કરી નિયાણું કરવું.
(૨) પર પ્રતિષ્ઠિત કષાય : ૧) અન્ય જડ-ચેતનના આધારે ક્રોધનો આવિર્ભાવ થાય અથવા તો અન્ય વ્યક્તિ કે વસ્તુ પર ક્રોધ ઉતારે તે પરપ્રતિષ્ઠિત માન કહેવાય. ૨) અન્ય પદાર્થ માટે અભિમાન કરે તે પરપ્રતિષ્ઠિત માન કહેવાય ૩) બીજાને ઠગવા માટે કપટપૂર્ણ વ્યવહાર કરવોતે પરપ્રતિષ્ઠિત માયાકષાય. ૪) જડ-ચેતન રૂપ પરિગ્રહ રાખવાની લાલસા જાગે તે પરપ્રતિષ્ઠિત લોભ કષાય છે.
(૩) ઉભય પ્રતિષ્ઠિત કષાયઃ જે ક્રોધાદિ કષાયના નિમિત્ત સ્વ અને પર બન્ને હોય તે ઉભય પ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
(૪) અપ્રતિષ્ઠિત કષાયઃ કોઈ પણ કારણ વિના, આશ્રય વિના, સૂક્ષ્મ રીતે ક્રોધાદિ કષાય થાય અથવા તો તીવ્ર મોહનીય કર્મના ઉદયને કારણે ક્રોધાદિ ઉત્પન્ન થાય તે અપ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
ક્રોધાદિ ચાર કષાયોની ઉત્પત્તિનાં કારણો : જૈનદર્શન અનુસાર કષાયોની ઉત્પત્તિનાં મુખ્ય ચાર કારણો છે – ૧) ક્ષેત્ર
- ૧૦૬ -