________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
થનારી ક્રોધાદિરૂપ કલુષિતતા છે. એટલે જ આત્માના કલુષિત પરિણામને કષાય કહેલ છે.
જન્મ-મરણરૂપી આ સંસાર કષાયોથી ભરેલો છે. તે પ્રગટ હોય કે અપ્રગટ હોય તો પણ આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ શુદ્ધ સ્વરૂપને મલિન કરે છે. કર્મરજથી આત્માને આવૃત્ત કરે છે અને દીર્ઘકાળ સુધી આત્માની સુખ-શાંતિ છિન્નભિન્ન કરી નાખે છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે, “ક્રોધ, માન, માયા, લોભ વૃદ્ધિગત થઈને જીવના પુનર્જન્મના મૂળનું સિંચન કરે છે. જેમ વૃક્ષ, પાંદડાં, પુષ્પ, ફળ રહિત દૂઠા જેવું બની ગયું હોય પણ જો તેનું મૂળિયું સલામત હોય, મજબૂત હોય તો વરસાદ થતાં તે વૃક્ષ નવપલ્લવિત બની જાય છે. તેમ ચાર ગતિરૂપ સંસારરૂપી વૃક્ષનું મૂળ કારણ કષાયો જ છે. “પૂરું દિ સંસારતો પાયા:” . આમ કષાયના અસ્તિત્વમાં સંસારનું અસ્તિત્વ છે.
કષાયના ભેદ-પ્રભેદ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાયના મુખ્ય ભેદ છે. કષાય આત્મવિકાસનો ઘાત કરે છે. તેથી કષાયની તરતમતાના આધારે દરેકના ચારચાર પ્રભેદ બતાવાયા છે. જેમ કે (૧) અનંતાનુબંધી કષાય (૨) અપ્રત્યાખ્યાની કષાય (૩) પ્રત્યાખ્યાન કષાય અને (૪) સંજ્વલન કષાય. આ ચાર કષાયના પ્રભેદને ચતુષ્ક કષાય કહે છે. એટલે અનંતાનુબંધી આદિ ચતુષ્ક કષાયથી ક્રોધમાન-માયા-લોભ આ ચાર કષાયના ૧૬ ભેદ થાય છે .આ ચારે કષાયને ક્રમશઃ તીવ્ર, મંદ, મંદતર અને મંદત્તમ કહેવાય છે. અનંતાનુબંધી કષાય સમકિતનો ઘાત કરે છે. અપ્રત્યાખ્યાન કષાય દેશવિરતિનો ઘાત કરે છે. પ્રત્યાખ્યાન કષાય સર્વ વિરતિ રૂપ મહાવ્રતનો અવરોધક છે તેમ જ સંજ્વલન કષાય વિરતિના પરિણામને દૂષિત કરે છે. આ સોળ પ્રકારના કષાયને જુદી જુદી ઉપમા દ્વારા દર્શાવી તેનું વિવેચન કર્યું છે તેમ જ કષાયોની સ્થિતિના આધારે તેની ગતિનું ફળ દર્શાવ્યું છે.
કષાયની ઉત્પત્તિના આધારે કષાયના અન્ય ભેદ કષાયની ઉત્પત્તિના આધારે કષાયના અન્ય ચાર ભેદ દર્શાવ્યા છે. (૧) આભોગ (૨) અણાભોગ (૩) ઉપશાંત અને (૪) અણુપશાંત. આભોગ ક્રોધ = ક્રોધાદિ કષાયના વિપાકને ફળને જાણીને ક્રોધ કરે તે અર્થાત્ જે ક્રોધ
- ૧૦૫ ">