________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
૧૨
સમસ્યા નિવારણ માટે માર્ગદર્શક “ઉવસગ્ગહરં સ્તોત્ર
[] ડૉ. માલતી કિ. શાહ
જીવનની ઘટમાળ માટેની એક પ્રસિદ્ધ ઉક્તિ છે કે, “નીવૈરતિ ૩પરિ ૨ દ્રશા વક્રીમમા ” તેનો ભાવાર્થ એ છે કે, સંસારરૂપી ચક્ર સદાય ગોળગોળ ફરે છે તેમાં નીચેનો ભાગ ઉપર આવે છે અને ઉપરનો ભાગ નીચે જાય છે. કૂવામાં જે પાણી હોય તેને ખેતરમાં પીવડાવવા માટે નાના નાન ઘડા જેવા વાસણને બાંધીને રેંટ ચલાવવામાં આવે ત્યારે નીચે જતા ઘડામાં પાણી ભરાય છે અને તે ઘડા ઉપર આવે ત્યારે પાણી ઉપર આવીને બહાર ઠલવાઈને ક્યારાઓમાં જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંયા ચક્રની ઉપર-નીચેની ગતિ ચાલ્યા કરે છે. તેને “ઘટમાળ' કહે છે. સંસારની ઘટમાળમાં પણ ઉપરનીચે, નીચે-ઉપર એ ક્રમ ચાલ્યા જ કરે છે. સંસારની વ્યાખ્યા આપતા જણાવાય છે. કે, “કરતિ રૂત્તિ સંસાર '' અર્થાત્ “જે સતત સર્યા કરે છે તે સંસાર છે.” આ વ્યાખ્યાથી પણ સંસારની પરિવર્તનશીલતા સૂચવાય છે.
સતત પરિવર્તનશીલ સંસારની આ ઘટમાળમાં સુખ અને દૂઃખ, તડકો અને છાંયડો, પ્રતિકૂળતા અને અનુકૂળતા એ એક સિક્કાની બે બાજુની જેમ પ્રત્યેકના જીવનમાં ઓછા-વત્તા પ્રમાણમાં આવ્યા જ કરે છે. જીવનમાં આવતી પ્રત્યેક પરિસ્થિતિને કેવી રીતે ઝીલવી તે વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે. "Even this