________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
શકે તેનો ખ્યાલ મળવીએ.
उवसग्गहरं स्तोत्र उवसग्गहरं पासं, पासं वदामि कम्मघणमुक्कम् । विसहरविसनिन्नासं, मंगल कल्लाण आवासम् ॥१॥ विसहस्फुलिंग मंतं, कंठे धारेई जो सया मणुओ । तस्स गह रोग मारी, दुड जरा जंति उवसामम् ॥२॥ चिट्ठड दूरे मंतो, तुज्स पणामो वि बहुफलो होई । नरसिरिएसु वि जीवा, पावंति न दुःख दोगच्चम् ॥३॥ तुह मसत्ते लद्धे, चिंतामणि कप्पप्पायवहिए । पावंति अविग्घेणं, जीवा अयरामणं ठाणम् ॥४॥ इअ संधुओ महायस्स, भत्तिष्मरनिष्भरेण हिअएण । ता देव दिज्ज वोहिं, भवे भवे पास जिणयंद ॥५॥
ભાવાર્થ :
ઉપસર્ગોને હરનાર પાર્શ્વયક્ષ જેમનો સેવક છે, જેઓ કર્મના સમૂહથી મુક્ત થઈ ગયા છે, જેઓ સાપના ઝેરનો નાશ કરનાર છે, જેઓ મંગલ અને કલ્યાણના આવાસ સમાન છે તેવા પાર્શ્વનાથ ભગવાનને વંદન કરું છું. (૧)
વિષધર ફુલ્લિંગ નામના મંત્રને જે મનુષ્ય હંમેશાં કંઠને વિષે ધારણ કરે છે (એટલે કે તેનો મુખપાઠ કે જાપ કરે છે) તેના ગ્રહ, રોગ, મરકી, અનિષ્ટ અને વૃદ્ધત્વ ઉપશાંત થાય છે. (૨)
એ મંત્ર તો દૂર રહ્યો, પણ તમને દૂરથી કરેલ નમસ્કાર પણ ખૂબ ફળવાળો થાય છે, જેથી જીવો મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં પણ દુઃખ અને દુર્ગતિને પામતા નથી. (૩)
ચિંતામણિ મંત્ર અને કલ્પવૃક્ષથી પણ વધારે સારા એવા તમારા સમ્યગ્રદર્શનને પામવાથી જીવો વિદન વિના એટલે કે સરળતાથી અજર અને અમર એવા મોક્ષસ્થાને પામે છે. (૪)
જીવનમાં આવતા અવરોધો, ઉપદ્રવો, મુશ્કેલીઓ, અનિષ્ટો, અંતરાયો,