________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી will pass away." એટલે કે “આ પણ જતું રહેશે.” આ દૃષ્ટિએ જોઈએ તો જીવનમાં સુખ આવે તે પણ એક દિવસ જતું રહેશે અને દુઃખ આવે તે પણ એક દિવસ જતું રહેશે. “જ્ઞાનસારમાં ઉપાધ્યાય યશોવિજયજી આ માટે દિશાસૂચન કરતાં જણાવે છે કે, “તુર્વ પ્રાપ્ય ન ન થાત, સુરણ પ્રાપ્ય ન વિસ્મિત:” અર્થાત્ “દુઃખ આવે ત્યારે દીન થઈને બેસી ન જવું અને સુખ આવે ત્યારે તેનાથી વિસ્મિત (અભિભૂત) ન થવું.”
સમસ્યા, આપત્તિ, મુશ્કેલી, દુઃખ, પ્રતિકૂળતા આવે ત્યારે તેનો સામનો કેવી રીતે કરવો એ જો આવડી જાય તો તેમાંથી પેદા થતી પરિસ્થિતિ થોડીક હળવી બને, સહ્ય બને. જગતના પ્રત્યેક ધર્મમાં આવા વ્યવહારુ સૂચનો એક યા બીજી રીતે જોવા મળે જ છે. જૈન ધર્મમાં માંગલિક તરીકે ઉપયોગમાં લેવાતા નવ સ્મરણમાં નવ મંગળકારી સ્તોત્રોનો પાઠ કરવામાં આવે છે. આ નવમાંથી કોઈ પણ એકનું, એકથી વધારે સ્તોત્રનું કે નવેનવ સ્તોત્રનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જીવનમાં આવતી સારી-નરસી બધા પ્રકારની પરિસ્થિતિને સમભાવે ઝીલી શકે છે. “શ્રીમદ્ ભગવદ્ ગીતા'માં જણાવ્યું છે તે પ્રમાણે સુવું દુઃā સને વી, ઢામાજાભ નથી નયૌ ” અર્થાત્ સુખ કે દુઃખ, લભ કે અલાભ (ગેરલાભ), જય કે અજય (પરાજય)માં સમભાવ રાખીને. “સ્થિતપ્રજ્ઞના લક્ષણોમાંનું આ એક લક્ષણ છે.
મંગળકારી નવા સ્મરણમાંનું એક સ્તોત્ર છે “ઉવસગ્ગહરં સ્તોત્ર'. આ સ્તોત્રનું નામ સૂચવે છે તે પ્રમાણે ઉપસર્ગોને હરનારું આ સ્તોત્ર છે. આ સ્તોત્ર રજૂ તો થયું છે ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વપ્રભુને ઉદ્દેશીને. આ પાર્શ્વપ્રભુ કેવા છે? તે માટે આ સ્તોત્રમાં જણાવ્યું છે કે તેઓ પોતે તો કર્મોના સમૂહથી મુક્ત થયેલા છે. (મધ મુદ્યમ) વળી તેમના ઉપાસક એવા પાર્શ્વયક્ષ કે ધરણેન્દ્ર પણ ઉપસર્ગને હરનાર છે. (૩વસાદાં પા) પૂર્ણ ભક્તિસભર હૃદય વડે (મિનિટમરે દિur) પાર્શ્વપ્રભુની ભક્તિ કરીએ તો આપણને જીવનમાં ઉન્નત પથ ઉપર આગળ વધવાનું બળ મળે છે.
આ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર' અને તેનો ભાવાર્થ જાણીને પછી તેમાં વ્યક્ત થતાં જીવનનાં દુઃખો, સમસ્યાઓનો અને તેમાંથી છુટકારો થાય તો શું શું પ્રાપ્ત થઈ
૯૬