________________
ગમન સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
સ્વીકાર કરો. મનથી જુઓ, એના વિશે કેવો પ્રતિભાવ આપવો તે તમે નક્કી કરો. મને એ વાત ગમે છે કે, જૈન ધર્મ કહે છે, તારે માટે અન્ય કોઈ ચમત્કાર નહીં કરી આપે. તારે જ તારો ખ્યાલ કરવાનો છે. તું સજ્જ રહે. જાગૃત રહે. પળેપળની જાગૃતિની વાત કેટલી અદ્ભુત છે !
જૈન ધર્મ ફરી ફરીને અે છે, તું સાવધાન રહે, જાગૃત રહે. તારે લીધે અન્યને કોઈ હાનિ ન પહોંચે. આ વાતમાં સમાજ પ્રત્યેની, જીવમાત્ર પ્રત્યેની વ્યક્તિની ફરજની વાત છે. સૌના સુખની કામના કરવી, શુભ ભાવ ભાવવો, અનુમોદના કરવી, આ બધું જ મનોવિજ્ઞાનના પાઠોમાં છે. હા, જૈન ધર્મ મનોવિજ્ઞાનની ખૂબ નજીક રહ્યા છે. મનોવિજ્ઞાન અને જૈન ધર્મના સિદ્ધાંતોની શાસ્ત્રીય તુલના કરવા જેવી છે.
આપણી સમસ્યાઓના મૂળમાં વેરભાવ છે. આપણે કપાયોથી બહુ છીએ. જે બીજાનું છે, અણગમતું છે, મને નથી મળ્યું, આવા કોઈ પણ કારણથી વેરની આગ આપણને ઘેરી વળે છે. જૈન ધર્મ જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ દર્શાવે છે. આ મહાન માર્ગદર્શન છે. ધર્મ આખરે તો આચરણનો વિષય છે, વક્તવ્યનો નહીં. વાચન પછી મનન અને મનન પછી અનુભવ અને અનુભવ પછી આચરણ.
જૈન ધર્મ ઉદાહરણ આપીને, ખુલાસા કરીને સમજાવે છે કે, બધો આધાર આચરણ પર છે. સમસ્યા તો આવે, એ વખતે તારું ચિત્ત શું વિચારે છે, તારાં વાણી-વર્તન કેવાં છે એના પર બધો આધાર છે. સમતા, દયા, ઉદારતા, સમભાવ, ક્ષમા જેવા ગુણો દ્વારા જૈન ધર્મ સમસ્યાના ઉકેલની ચાવીઓ આપે છે.
વર્તમાન સમયની વિકટ, વિકરાળ સમસ્યા વાપરો અને વેસ્કોની છે, બગાડની છે. જૈન ધર્મ પરિગ્રહ પરિમાણનું માર્ગદર્શન આપે છે. કરકસરનો ઉત્તમ માર્ગ બતાવે છે. એ બધા પાછળ અહિંસા છે, સર્વ જીવના હિતની ભાવના છે, પરિગ્રહની માયાજાળમાંથી મુક્ત થવાની વાત છે, સમસ્યાનો સદુપયોગ કરવાની વાત છે.
જૈન ધર્મની વિશેષતા એ છે કે જગતનો એવો કોઈ સદ્ગુણ બાકી નથી જેની જૈન ધર્મે વાત ન કરી હોય. ગુણાનુરાગીતા એ ધોરીમાર્ગ છે. અપેક્ષાઓ ઓછી કરતા જઈએ તો મનમાં મોકળાશ વધે, શાંતિ વધે, સમસ્યાઓ ઘટે.
આપણને જુદા જુદા સમયે, જુદા જુદા માણસો આપણા હરીફ, પ્રતિસ્પર્ધી * ૯૩