________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
૧૧
સમસ્યા છે તો સમાધાન પણ છે
T| ડૉ. ગુલાબ દેઢિયા
શીર્ષકના આરંભે બે મજાના શબ્દો છે. જીવન અને સમસ્યાઓ, તે પણ પાછા પાસે પાસે! હા, જીવન અને સમસ્યાઓ અલગ નથી. જીવન હોય ત્યાં સમસ્યાઓ હોવાની. જીવન તો સાંપ્રત જ હોય ને!
આપણને લાગે છે. વર્તમાન સમયની, સાંપ્રતની સમસ્યાઓ વિક્ટ છે. દરેક જમાનામાં એવું લાગ્યા જ કરે. કારણ કે વર્તમાનમાં જ ભોગવવી પડે છે.
સમસ્યાઓ, પ્રશ્નો, મુશ્કેલીઓ, અડચણો, તનાવ - આ બધું ગઈ કાલે પણ હતું, આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે.
હા, દરેક વખતે, દરેક વ્યક્તિ માટે એનું કદ, સ્વરૂપ, અસર, જુદાં જુદાં હોવાનાં. સમસ્યાઓ વ્યક્તિગત, સમૂહગત, આર્થિક, શારીરિક, રાજકીય વગેરે વગેરે હોવાની.
હું જૈન ધર્મના માર્ગદર્શનની વાત કરીશ. જે કાંઈ છે, સારું કે નરસું, ગમતું કે અણગમતું એ બધું નક્કી તો મન જ કરે છે અને જૈન ધર્મે મનને બરોબર ચીંધ્યું છે. મનથી જ કામ પાડ્યું છે, મનને જ તાલીમ આપી છે.
બીજી વાત, જૈન ધર્મ વ્યક્તિને ખૂબ મહત્ત્વ આપે છે. દરેક વ્યક્તિ બધી રીતે ભિન્ન છે, તેથી ભિન્નતા અને વિવિધતાનો પૂરો સ્વીકાર કર્યો છે. સમસ્યાનો
- અ ૯૨
–