________________
મમમ
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ન
ક
ભાષામાં સૂત્રો વિષયક ચર્ચા કરે, બાળકો માટે થોડો સમય કાઢવા માટેની માનસિક તૈયારી કરે તો આવી સમય્યાઓ નિવારી શકાશે.
સાંપ્રત જીવસૃષ્ટિના અસ્તિત્વ પર જોખમ
આમ તો પ્રસ્તુત વિષયમાં જ્યારે ‘સાંપ્રત જીવન’ શબ્દો પ્રયોજાયા છે, ત્યારે તેમાં મુખ્યત્વે ‘માનવજીવનને' અર્થ સમાયેલો હોય એવું અભિપ્રેત છે. પરંતુ વધારે અર્થ વિચારીએ તો ‘સાંપ્રત જીવન'માં માનવ ઉપરાંતની જીવસૃષ્ટિનું જીવન - તેના વિષેની સમસ્યાઓને ઉમેરી શકાય.
આપણે જાણીએ છીએ કે આજે સમગ્ર વિશ્વ પર્યાવરણીય, પ્રાણી અને પ્રાકૃતિક વિસંગતતા વિષયક પ્રશ્નોથી વાકેફ છે. જીવસૃષ્ટિના અસ્તિત્વ પરનું જોખમ વધતું જાય છે. ઉજ્જડ થતી જતી ધરતીમાતા, છકાયના જીવો - સમગ્ર એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય (માનવ ઉપરાંતના જીવોના જીવન પરના જોખમો વધતાં જાય છે.
આ સમસ્યા વિષે તો જૈન ધર્મમાં ખૂબ જ વિસ્તૃત ચર્ચા થયેલી છે, શ્રી મહાવીર સ્વામીએ આપેલા સિદ્ધાંતોની વર્તમાન પ્રસ્તુતતા પર અલગ સેમિનાર થઈ શકે એટલું કહી શકાય, પરંતુ ટૂંકમાં અહીં આ સમસ્યાના ઉકેલ તરીકે અહિંસાસૂક્ષ્મ અહિંસાપાલન, જીવદયા, જયણાધર્મ, અપરિગ્રહવૃત્તિ, માર્ગાનુસારી સિદ્ધાંતોનું અર્થઘટન, જીવવિચાર અર્થ સંબધી આચરણ, પાપસ્થાનકો અને લાગતા અતિચારો વિષે સ્પષ્ટ સમજ ઊભી થાય તો માત્ર માનવ જ નહીં, સમગ્ર સજીવસૃષ્ટિ વિષયક સમસ્યાઓ જરૂર નિવારી શકાય.
સમાપન
ઉપરોક્ત વિષયોની સાથે સંકળાયેલી કેટલી પથદર્શક બાબતો જે જૈન ધર્મની વિશેષતાઓ ગણી શકાય, તેનાથી પણ સમસ્યાઓ દૂર થઈ શકે.
-પ્રભુ પૂજામાંથી પ્રગટતી વિશેષ ઊર્જા : પથ્થરમાંથી પ્રતિમા અને તેમાં પરમાત્માનું આરોપણ. વર્તમાન સમય માટે સાચું અવલંબન છે. પ્રભુની અંગપૂજાનું સવિશેષ મહત્ત્વ છે, તેમના હાથ-પગના આંગળાં, મસ્તિષ્ક, હૃદય, મેરૂદંડ જેવાં અંગોમાંથી પ્રગટતી ઊર્જા એ શક્તિના ધોધ જેવી છે. ભલે એ ન દેખાય પણ એ ઊર્જાનું સંચારણ પૂજકના અંગમાં પણ થઈ શકે. પ્રભુનો સ્પર્શ ઉત્તમ ઔષધિ જેવું કામ કરે છે. ચોક્કસ પ્રકારનાં સ્પંદિત થતાં આંદોલનો એ એક જાતની મલમપી
૯૦