________________
શાહ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હ
અતિ મુશ્કેલ હોય એવા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાની મહત્ત્વાકાંક્ષા ઉપરાંત મળેલી અસફળતા સહન ન કરવાની હાલત, પોતાની મર્યાદાઓ પ્રત્યે સતત સભાનતા જેવાં કારણો મન પર જે અસર કરે છે તેનાથી માનસિક તાણની સ્થિતિ સર્જાય છે. આમ જુઓ તો માનસિક તાણ એ આજના વિકસિત યુગની દેણ છે.
આ સમસ્યા નિવારવા માટે જૈન ધર્મનું માર્ગદર્શન ઉપયોગી થઈ શકે છે. મનોવૈર્ય કેળવાય તો મનની ઉગ્રતા ઘટે છે. તેથી કોઈ પણ ઉતાવળો નિર્ણય ન લેવાઈ જાય એટલી સ્થિરતા માટે યોગ, પ્રાણાયામ, ધ્યાન અને જાપ કરવાથી ફાયદો થાય છે. ખાસ કરીને શ્રી નવકાર મહામંત્રમાં જે તાકાત રહેલી છે, તેનું વર્ણન વાંચીએ ત્યારે તેના પ્રભાવથી મનોધેર્ય કેળવાય છે. એવી રીતે જ્ઞાનતંતુઓ પણ શાંત રહે છે. મન વિશુદ્ધ બની પ્રસન્ન બને છે. માનસિક તણાવ દૂર થાય છે.
જૈન ધર્મમાં સ્વદોષ દર્શન અને પરગુણ દર્શનની ખાસ સમજ આપવામાં આવી છે. કોઈ પણ સ્થિતિ માટે પહેલા પોતે તો જવાબદાર નથી ને, એનો વિચાર કરવો અને અન્યમાં રહેલા ગુણોનું સન્માન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે.
વ્યસન, આંતરકલહ, વેરવૃત્તિ “આજનું જીવન બરબાદીના રસ્તે દોરવાઈ રહ્યું છે” આવું અનુભવનારા અને આ સ્થિતિ જોનારા માટે આ સમસ્યાઓ ચિંતાજનક છે. વ્યસનો વિષે તો સર્વ સામાન્ય જાણકારી છે જ, તેના વિશે વિશેષ ચર્ચા કરવી નથી, પરંતુ આજકાલ મોબાઈલનો વધારે પડતા ઉપયોગનું વ્યસન નાના-મોટા, ટીનએજર્સ સૌ માટે ખતરનાક અને જોખમી બનતું ગયું છે. ભવિષ્યની પેઢી માટેની ચિંતાનું આ કારણ સૌને સમજાય છે. સાંપ્રત માનવજીવનની સામે એ ખતરારૂપ છે.
ઉપરાંત સ્વતંત્ર માનસ, સહન કરવાની કે “લેટ ગો કરવાની શક્તિનો અભાવ, મનભેદથી રચાતી આંતરવિગ્રહની દીવાલો અને કોઈ કારણસર થયેલા નુકસાન કરતાં વધારે બદલો લેવાની વૃત્તિથી ઘણી સમસ્યાઓ સર્જાતી રહી છે. મનમાં વિકૃતિ પેદા થાય છે. આ પ્રમાણ વધતા વૈમનસ્ય વધે છે. આમ સામાન્ય લાગતી સ્થિતિ અંદરથી દાવાનલ સમાન હોય છે.
આવી સમસ્યાઓ નિવારવા માટેના સરસ-સરળ સિદ્ધાંતો જૈન ધર્મે આપ્યા છે. માર્ગાનુસારીપણું ગૃહસ્થજીવનને ઉન્નત બનાવી શકે. બાર ભાવનાઓ વિષે
* ૮૮ -