________________
191% સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન કÉrgi છે. તેનાથી અશુભ પુદ્ગલો નાશ પામે છે.
- જન્મ પછી મરણ આવવાનું છે એનો સ્વીકાર કરવાથી પણ જીવન સાર્થક બને. આ માટે મનને કેળવવું પડે - જે કહી શકે --
હે પ્યારા મૃત્યુદેવ! તમે આવો, હું તમારું બહુમાનપૂર્વક સ્વાગત કરીશ. તમારું સાચું સ્વરૂપ મેં જાણ્યું છે. માટે જ હું તમને ‘દેવ’ કહું . જીવનનો સાચો મહોત્સવ હવે મળશે.”
આ ભાવથી સમસ્યાઓનો વિચાર કરવામાં આવે તો પુદ્ગલોનાં બંધની સ્થિતિ સમજાય જાય.
- જૈનત્વના સદભાગ્યનું સિંચન : ગમે તેવી સમસ્યાઓ વચ્ચે ધર્મનું અવલંબન મળે તો હારેલી બાજી પણ જીતમાં ફેરવી શકે એવી શ્રદ્ધાનો દીપક હંમેશાં જ્વલંત રહે તો ખરેખર જીવનમાં ઘેરાયેલી સમસ્યાઓ દૂર થાય છે.
તો આવો, આપણે સહિયારી સમજ અને સહિયારા પુરુષાર્થની પગદંડી આકારીએ અને શક્ય એટલી સમસ્યાઓ નિવારવા માટે આપેલા ઉપાયોથી જીવનપથને શણગારીએ.
(ભાવનગરસ્થિત જૈન દર્શનના અભ્યાસુ પ્રફુલ્લાબહેન કવિયત્રી છે. મહિલાઓ અને બાળકોને જૈન શિક્ષણ આપવામાં પ્રવૃત્ત છે. અસહ્ય શારીરિક પીડામાં પણ તેમની સર્જકતા ખીલતી રહે છે. જાણે અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ).