________________
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ન
હો
વા.
વિષદ ચર્ચા થઈ શકે, પરંતુ અહીં અનિત્ય ભાવના અને મૈત્રીભાવ વિશે જરા વિગતથી જોઈએ. મનુષ્યનું જીવન એટલે કે જો અસ્તિત્વ જ અનિત્ય છે, તો પછી વ્યસનો, આંતરકલહ અને વેરવૃત્તિથી ઘેરાયેલા જીવનમાં પદ, પ્રતિષ્ઠા અને પૈસો પણ અનિત્ય છે.
શ્રી મહાવીર પ્રભુએ તો કરુણા અને મૈત્રીભાવને ઉચ્ચતમ સ્થાન આપ્યું હતું. જો આ ભાવને આચરણમાં મુકાય તો ક્યાંય વેરભાવ કે રાગ-દ્વેષ ટકી ન શકે. સર્વ જીવનું સુખ ઇચ્છનારને કોઈ સમસ્યાનો બોજ લાગતો જ નથી.
મૈત્રીભાવના પવિત્ર ઝરણામાં એક ડૂબકી લગાવી જોવાથી ચિત્ત પરમ શાતાનો અનુભવ કરે છે. વિશુદ્ધ મનમાં કોઈ સમસ્યા રહેતી નથી.
સાંપ્રત જીવનના ભાગરૂપે આજના બાળકની દયનીય સ્થિતિ
બાળકની વયના પ્રમાણમાં અસ્વભાવિક અને અસહજ, પોતાને પસંદ પડે એવા બૌદ્ધિક સ્તરે બાળકને પહોંચાડવા માગતાં માતા-પિતાએ બાળકને બાળક રહેવા દીધું નથી. વ્હાલપ અને લાગણીની ચુમીઓ ક્યાંક સુકાઈ ગઈ છે. બાળરૂપી છોડ અકાળે સુકાઈ જાય છે. સ્ટેટસની (માતા-પિતાના) બાંધેલી વાડ પ્રમાણે રમકડાંના ઢગલાની બાળકને જરૂરિયાત નથી. આ ઢગલા વચ્ચે તો બાળક ગૂંગળાઈ જાય છે. પરિસ્થિતિ એટલી તો ખતરનાક બની જાય છે કે બાળક સમાજમાં, શાળામાં, કુટુંબમાં અપસેટ રહે છે. તેનામાં વિરોધ ભાવ જન્મે છે, જે ક્યારે વિસ્ફોટક બનેતે કહી શકાય નહીં.
જૈન ધર્મે આ સમસ્યા નિવારવા માટેના સુંદર ઉપાયો દર્શાવ્યા છે. એક તો સહજ વિકાસ માટે સંસ્કારનું સિંચન આવશ્યક છે. જૈન શાસ્ત્રોમાં એવા ઘણા ગંથો છે જેમાં બાળકના સંસ્કાર ઘડતરની રસપ્રદ વાર્તાઓ – કથાઓ આલેખાયેલી છે. હાલમાં તો ઘણા લેખકોએ, ગુરુજનોએ અને સાધુ-સાધ્વીજી ભગવંતોએ મૂળ કથાઓનું સરળ ભાષામાં આલેખન કર્યું છે, એમાં સચિત્ર વર્ણનો બાળભોગ્ય શૈલીમાં લખાયાં છે. એવી games.. ગમ્મત સાથે જ્ઞાનના ખજાના ઉપલબ્ધ છે, જેના દ્વારા માતા-પિતા આનો ઉપયોગ કરે, બાળકોને એ વિષે સમજાવે. પહેલાં તો પોતે આ સંસ્કારને મહત્ત્વ આપે - લાગણી+બુદ્ધિ+શ્રદ્ધાના ત્રિવેણી સંગમની રીત શીખે, તો વર્તમાન બાળકનાં જીવનની ઘણી સમસ્યાઓ નિવારી શકાય. સરળ