________________
ગમન સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
ઉદયનું જ પરિણામ છે. ચિંતા શરીરની નહીં આત્માની કરવાની છે. જો આત્મા પરથી કષાયની અવસ્થા નાબુદ થઈ જાય તો ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય. વેદના દ્વારા પણ મુક્તિનું ગીત ગાવાનું, કરુણા અને મૈત્રીભાવને સ્થાન આપવાનું અને શરીરને થતા રોગનું દુઃખ લગાડવાને બદલે જો એને શુદ્ધિકરણની પ્રક્રિયા સમજવાનું ગણિત આવડી જાય તો જીવનની આ સમસ્યાને પણ નિવારી શકાય.
કર્મોએ આપેલા પ્રસન્નતાના પ્રસંગોને માણવાના, અને પીડાના પ્રસંગો વિષે ફરિયાદ કરવી એ ક્યાંનો ન્યાય?
એક X નામની વ્યક્તિ, છેલ્લાં છ વર્ષથી કૅન્સર સામે ઝઝૂમી રહી છે. આવી પડેલ અસહ્ય વેદના, કિમો-રેડિયેશન થેરાપીની આડઅસરો, હાડકાં-મણકામાં પ્રસરતું જતું કૅન્સર, છતાં અનહદ પીડાને સમતા ભાવે પચાવી, પ્રભુ પાસે સહન કરવાની ક્તિની માગણી કરતાં પ્રસન્ન મનથી હકારાત્મક અભિગમથી સ્વરચિત ગઝલની પંક્તિઓમાં ખુમારી સાથે કહી શકે છે :
“અમસ્તી રાખ બાઝી છે જરા આ શ્વાસના ફૂલે, પવનની લહેર આવે ને ફરી પેટાય છે જીવન
હા, એક વાતનો અફસોસ જરૂર છે કે કૅન્સરની સારવાર લેતાં, કૅન્સર સિવાયના સારા સેલ પણ ખતમ થઈ જાય, પણ તેમની પાસે હકારાત્મક સમજણ અને ખાસ તો દેવ-ગુરુ અને ધર્મનું આલંબન જ એમને આ બીમારીમાં સ્વસ્થ રહેવાની પ્રેરણા અને શક્તિ આપે છે.
જ્યારે જીવલેણ બીમારીનો ભોગ બનવું પડે ત્યારે પણ આધ્યાત્મિક ખુમારી અને ધર્માભિમુખતાનું આલંબન ઉપકારક બને છે.
માનસિક તણાવ (Mental stress)
સાંપ્રત જીવનમાં માનસિક તણાવ નામની સ્થિતિ જોવા મળે છે. માનસિક તણાવની અસર શરીર પર પણ પડે છે, તેનાથી શરીરની સમાધનાવૃત્તિને જે ઉત્તેજના મળે છે તેનાથી મન નબળું પડે છે. જ્ઞાનતંતુઓમાં ખેંચ આવે છે. માનસિક સ્થિતિ જન્મવાનું એક કારણ ખાસ નોંધપાત્ર છે. પોતાની શક્તિ કરતાં વધારે સિદ્ધિ મેળવવા માટેની તીવ્ર ઝંખના, અશક્ય લાગતી હોય એવી સિદ્ધિ માટેની દોડ અને
* ८७