________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
અઢાર પાપસ્થાનકોમાં તેનું સ્થાન અને તે સંબંધિત કષાયોમાંથી મનને મુક્ત કરવા અથવા કષાયો ઘટાડવા માટેનાં દૃષ્ટાંતો સમજવાં સમજાવવાં જોઇએ.
(૨) આર્થિક અસમાનતા
વર્તમાન જીવનની આ સમસ્યા પણ વિચારવા જેવી છે.
આજે પૈસાદાર વધારે પૈસાદાર અને ગરીબ વધારે ગરીબ બનતો જોવા મળે છે. એક બાજુ આલીશાન ઈમારત અને ઝુમ્મરોની ઝાકઝમાળમાં... અને સુગંધી જળ ફેંકતા ફુવારાની ભીનાશ વચ્ચે સુખચેનથી જીવાતું જીવન! બીજી બાજુ ગંધાતી ગલી અને ઝૂંપડપટ્ટીના અંધારા વચ્ચે અટવાતું જીવન ! એક બાજુ શોપિંગ મોલનું આકર્ષણ અને બીજી બાજુ પેટનો ખાડો ન પુરાતાં નંદવાતું જીવન. આ પરિસ્થિતિનું મૂળ છે આર્થિક અસમાનતા.
આ ઉપરાંત આર્થિક તેજી-મંદીના કારણે જે સમસ્યાઓ જોવા મળે છે એ છે આર્થિક અસલામતી. ચોરી, લૂંટફાટ, સટ્ટાખોરી, શોર્ટ કટ્સથી વધારે પૈસો કમાવાની ઘેલછા અને દેખાદેખી વગેરેથી પ્રભાવિત થયેલું સાંપ્રત જીવન અસ્તવ્યસ્ત થતું રહ્યું છે. આ સમસ્યા નિવારવા જૈન ધર્મ ચોક્કસ પથદર્શક બની શકે છે.
જૈન ધર્મમાં કર્મોનો સિદ્ધાંત ખૂબ જ સ્પષ્ટ છે. આ સિદ્ધાંત પ્રમાણે પૂર્વના પુણ્યકર્મોથી આ માનવભવ પ્રાપ્ત થયો છે. એમાં પણ પ્રબળ પુણ્યકર્મોના ઉદયથી સુખશાંતિ અને આર્થિક સધ્ધરતાયુક્ત જીવન મળ્યું, પરંતુ જો પુણ્યકર્મો ખૂટી ગયા તો ? આર્થિક ભીંસમાં જીવાતું જીવન મળે. કર્મની આ સ્થિતિથી સમજાય છે કે ગમે તેવી આર્થિક સ્થિતિમાં જીવનમાં જો આત્મિક આનંદ ટકાવી રાખવામાં આવે તો જીવન સરળ બની જાય.
એક ભાઈ ભવ્ય હવેલીમાં રહેતો હોય અને બીજાને રહેવા માટે ઓટલો ય ન મળે ત્યારે ઇર્ષા કરવાને બદલે જૈન ધર્મના કર્મોના સિદ્ધાંત સમજવાથી ઉચિત માર્ગદર્શન મળે છે.
શારીરિક આરોગ્ય પર વધતું જતું જોખમ
સાંપ્રત જીવનની આ સમસ્યા ઘણી ગંભીર છે. મેદસ્વીતાનું વધતું જતું પ્રમાણ, બી.પી., ડાયાબિટીસ જેવા રોગનું પ્રમાણ વધી રહ્યું છે. તેના કારણો પણ સ્પષ્ટ છે. કારણ કે ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંકસ, બટર- ચીઝનો ચસકો.... આ બધું જ '
૮૫