________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
હસતા, પ્રસન્ન દેખાતા માણસોના નિસ્તેજ ચહેરા...આંખોના ઊંડાણમાં કોઈ પીડાના ઘેરાયેલાં વાદળ છવાયેલાં હોય; કોઈ મરતાં મરતાં જીવતા, થાકેલાં જીવનને પ્રતિબિંબિત કરતા ચહેરા પરની લિપિ આલેખાઈ હોય.. ત્યાં નથી કોઈ પ્રકૃતિનો પમરાટ કે નથી કોઈ નિવ શાંતિ. અરે ! માસુમ બાળકોનું ખોવાયેલું બચપણ પણ ક્યાંક ઠેબે ચડતું હોય ! આ દેશ્ય આજકાલ ઘણું સામાન્ય થઈ ગયું હોય એવું લાગે છે. ત્યારે એના ઊંડાણમાં જતા વિચાર આવે છે કે આના મૂળમાં છૂપાયેલી છે સાંપ્રત જીવનની સમસ્યાઓ.
આજે કોઈને પૂછીએ કે તમે તો ખૂબ જ પ્રસન્ન લાગો છો. જીવનમાં શું કોઈ સમસ્યા જ નથી ? પણ પ્રત્યુત્તર ‘હા’માં હોવાનો નથી. કારણ કે સાંપ્રત જીવન જુદી જુદી જાતની સમસ્યાઓથી ઘેરાયેલું છે. આ સમસ્યાઓ નિવારવી એટલી જ જરૂરી છે, કારણ કે આ માઠી પરિસ્થિતિથી સાંપ્રત માનવજીવન ત્રરત થઈ ગયું છે. જરા વધારે વિચારતાં એવું લાગે છે કે, સાંપ્રત જીવનની સમસ્યાઓ નિવારવા માટેની જો ગુરુચાવી હોય તો એ માત્ર ધર્મ પાસે જ છે.
પ્રસ્તુત વિષય સંદર્ભે એવું કહી શકાય કે આમાં મને વિશ્વાસ છે કે મારો જૈન ધર્મ ચોક્કસ માર્ગદર્શક બની શકશે.
આમ તો સાંપ્રત જીવનમાં ઘણી સમસ્યાઓ છે. એમાં સામાજિક, આર્થિક, આરોગ્ય વિષયક, માનસિક વગેરે. તો હવે જીવનને મુખ્યત્વે પ્રભાવિત કરતી સમસ્યાઓ સાથે તેને નિવારવા વિષે ચર્ચા કરીએ.
(૧) મોહનું દાસત્વ
સાંપ્રત જીવનની આ સમસ્યાએ માનવજીવનને પ્રદૂષિત કરી દીધું છે. કારણ કે આ સમસ્યાએ ખાસ તો માનવમનને પ્રદુષિત કરી દીધું છે. મોહનો વિશેષ ઊંડાણમાં અર્ધ ન કરીએ તોપણ એટલું તો સ્પષ્ટ છે કે મોહ એટલે જે ગમે છે તેના પરનું સ્વામીત્વ’. જે ખૂબ જ પ્રિય છે તે ધીમે ધીમે એટલી હદે સ્થાન લઈ લે છે કે તેનાથી અલિપ્ત થવાય નહીં, એના માટે જે કરવું પડે તે કરવાની તૈયારીની વ્યૂહરચના મનમાં ગોઠવાતી જાય છે. તેના પ્રત્યે માલિકીભાવ, તેના માટેનું આધિપત્ય એ જ મુખ્ય ધ્યેય બની જાય છે. પરિણામે તે મેળવવાની તીવ્રતમ ઝંખના મનનો કબજો લઈ લે છે.
* ૮૩