________________
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન પ
ણ
વિરુન 1 વિ. - સૂત્રતા - ૨/૧૧/૧૨ ‘વ્યક્તિએ કોઈની પણ સાથે વેરવિરોધ કરવો જોઈએ નહીં.”
આ રીતે તનાવ દૂર કરવા માટે જૈન ધર્મના અનેક સિદ્ધાંતો ઉપયોગમાં આવી શકે. આર્તધ્યાન દૂર કરવાની વાત થાય, તો બીજી બાજુ અનેકાંતની યોગ્ય સમજણથી સંવાદની ભૂમિકા રચી શકાય. આત્માની ઓળખથી ક્ષમા અને મોક્ષ સુધી માનવી પ્રયાણ કરી શકે છે. આમ જો ધર્મના માર્ગે જીવન પસાર કરવામાં આવે તો સ્ટ્રેસનો કોઈ સવાલ નથી.
આજે વિશ્વમાં એક સ્વસ્થ માનવ, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વ રચવાની વાત થાય છે, ત્યારે એના પાયામાં જૈનદર્શનના આ સિદ્ધાંતો ભવિષ્યમાં એક એવા મનુષ્યનું સર્જન કરી શકે કે જેના મુખેથી રહસ્યવાદી યોગી આનંદઘનની માનવમની સાર્થકતાની એ પંક્તિઓ સરી પડશે -
'बेहेर बेहेर नहि आवे, अवसर बेहेर बेहेर नहि आवे; ज्यु जाणे त्युं कर ले भलाई, जनम जनम सुख पावे, अवसर' ॥
(અમદાવાદસ્થિત ડૉ. પ્રીતિબહેને “સમુહ માધ્યમોના વિકાસ' વિષય પર શોધનિબંધ લખી Ph. D. કરેલ છે. ગુજરાત સમાચારનાં કટારલેખિકા છે. નવચેતન, ગુજરાત વિશ્વકોશ વગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે).