________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
એ
ક
શારીરિક રીતે નુકસાન કરે છે જ, પરંતુ આનાથી પણ વધારે ચિંતાજનક સ્થિતિ એટલે કૅન્સર રોગનું વધતું જતું પ્રમાણ. આ રોગથી જીવન ભયગ્રસ્ત અને ત્રરત બની ગયું છે. કૅન્સરથી પીડાતું, રીખાતું, ત્રસ્ત થયેલું જીવન જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે પારાવાર પીડા અને અસહ્ય વેદના આપતો આ રોગ વધતો જવાનાં શું કારણો હશે?
આજની જીવનશૈલી મોટા ભાગના રોગનું કારણ છે. ફાસ્ટ ગોઇંગ લાઇફ, ખોરાકમાં ભેળસેળ વગેરેથી રોગનું ભયજનક પ્રતિબિંબ કૅન્સરના દરદીની હાલત માટે કદાચ મહત્ત્વનાં હશે. રોગથી પીડાતો નિસ્તેજ ચહેરો, ઊંડી ઊતરી ગયેલી આંખો, લથડિયાં ખાતું શરીર, કિમો થેરાપી, રેડિયેશન, તેની અસરથી વાળ વગરનું ખુલ્લું માથું... આ બીમારીનું પ્રતિબિંબિત થતું બોઝિલ જીવન... કલ્પના જ ભયંકર છે.
પ્રશ્ન એ થાય કે વ્યસન કે અન્ય જે કારણોથી કૅન્સરની બીમારી લાગુ પડી હોય, તો એમને કે જેમણે હજુ આ દુનિયા જોઈ નથી, તો આવી સ્થિતિમાં માસુમ બાળકો શાથી મુકાય છે? જે સાદું જીવન જીવે છે એવા લોકો પણ આ રોગનો ભોગ શા માટે બને છે? જેમણે હજુ તો જીવન જ માણ્યું નથી એમાં જીવનશૈલીની વાત જ ક્યાં કરવાની રહે?
તો આ પ્રશ્નોના જવાબ શોધવા, આ સમસ્યાઓ નિવારવા માટે જૈન ધર્મ માર્ગદર્શક બની શકે, એમાં જરા પણ શંકા નથી. જોઈએ આ પથદર્શન.
વર્તમાન જીવન એટલે કે અત્યારે મળેલા માનવભવ માટે ફરીથી આપણે કર્મોના સિદ્ધાંતને વિચારવો પડશે. પૂર્વ ભવોમાં એવાં કર્મો કર્યાં હશે જેની અસરથી આ જન્મમાં આવા ભયંકર રોગનો ભોગ બનવું પડયું. ભલે દવાથી કદાચ કાંઈક રાહત લાગી હોય, પરંતુ કર્મોના ગણિતનો કોઈ દાખલો ખોટો હોતો નથી.
જૈન દર્શન અને મહાપુરુષોનું ચિંતન એ વાતની સાક્ષી પૂરે છે કે દ્રવ્યનો પ્રત્યેક પર્યાય, પ્રત્યેક વહેણ, પ્રત્યેક પળ અને પ્રત્યેક ક્ષેત્ર વિશે જો શાંતિથી વિચાર કરવામાં આવે તો જીવનની ઘણી સમસ્યાઓને નિવારવાની દિશા મળી શકે.
ભગવાન શ્રી મહાવીર સ્વામીનું જીવન એ સમજાવે છે કે સમસ્યાઓ, મુશ્કેલીઓ કે ઉપસર્ગો જે આ જીવનમાં મળ્યાં છે, એ પૂર્વ ભવમાં બાંધેલા કર્મોના * ૮૬