________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
આવે કે માતા ત્રિશલાના ગર્ભમાં હતા ત્યારે કુમાર વર્ધમાને નક્કી કર્યું કે જીવનમાં માને દુઃખ થાય એવું કશું કાર્ય કરીશ નહીં. વર્ધમાન (ભગવાન મહાવીર)ના કુટુંબમાં સહુ સાથે બેસતા અને ધર્મ-વાર્તા અને ભક્તિ-સંગીત ચાલતું. મોટા ભાઈ નંદીવર્ધનના કહેવાથી રાજકુમાર વર્ધમાને બે વર્ષ સુધી સંસારત્યાગ ન કર્યો. આ બધી જ ઘટનાઓં પારિવારિક સ્નેક દર્શાવે છે. જ્યારે દાંપત્યજીવનમાં થતા કલાકની વાત કરીએ તો જૈન શ્રાવિકાઓનાં જીવનને બતાવવાની જરૂર છે, જેમાં લક્ષ્મી એના પતિ ભામશાને પોતાના પિયરનું સઘળું ધન રાણા પ્રતાપને આપવા માટે વિનંતી કરે છે. રેવતીએ કરેલા દાનનું સ્મરણ કરીએ કે પછી દુર્ગાતા નારી જેવી દરિદ્ર નારીની શુદ્ધ ભાવ-તલ્લીનતાને યાદ કરીએ. આવી તો અનેક શ્રાવિકાઓનાં ઉદાહરણ આપણી પાસે છે. અનુપમા દેવી, ચંપા શ્રાવિકાથી માંડીને વર્તમાન સમયનાં હરકુંવર શેઠાણી જેવાં શ્રાવિકા સુધી આપણે નારીની ઉદાત્તતાનાં જીવંત દૃષ્ટાંતો જાણીએ છીએ.
જ્યાં નારીહૃદય ઉદાત્ત હોય, ત્યાં દાંપત્યમાં કલહ થવાનો પ્રશ્ન ઊભો થતો નથી. આપણે જૈન ધર્મની કથાઓને સમજાવી, પણ એ કથાઓના મર્મને આપણા જીવનમાં કઈ રીતે ઉતારી શકીએ એ સમજાવવામાં સફળ ન થયા. તનાવ દૂર કરવા માટે ડૉક્ટરો નિયમિત ધ્યાનની વાત કરે છે. જૈન ધર્મમાં ધ્યાનની ઘણી ઊંડી વિચારણા છે અને જો આર્તધ્યાન આપણા જીવનમાંથી જાય, તો જીવનના ઘણા સ્ટ્રેસ આછા થઈ જાય.
એવી જ રીતે યોગ્ય આહારની વાત કરવામાં આવે છે. જૈન ધર્મ પાસે નો પોતાનું આગવું આહારશાસ્ત્ર અને સ્વાસ્થ્ય-વિજ્ઞાન છે. સ્ટ્રેસમાંથી મુક્ત થવા માટે એની પાસે ભક્તિ પદોનો મોટો ખજાનો છે. જે ખજાના પાસે જાય તેનો સ્ટ્રેસ દૂર થઈ જાય. એના પ્રત્યેક સિદ્ધાંતોમાં તનાવમુક્તિની વાત છે. એના સાધનામાર્ગે કોઈ વર્ણભેદ, રંગભેદ કે ઊંચ-નીચની વાત નથી. કોઈ ભેદભાવ નથી. સઘળી મનુષ્યજાતિ એક છે. વ્યક્તિમાં આપણે ધર્મ, જાતિ, જ્ઞાતિ વગેરેના ભેદને નામે જે ‘સ્ટ્રેસ’ ઊભા થાય છે, એવા સ્ટ્રેસનું અહીં કોઈ સ્થાન જ નથી, બલ્કે એક સ્વસ્થ સમાજના નિર્માણની જૈનદર્શન વાત કરે છે. આવું ન હોય તો એ શા માટે એમ કહે કે અભિમાન કરવું એ અજ્ઞાનીનું લક્ષણ છે અને સૂત્રકૃતાંગમાં કહ્યું છે,
* ८०