________________
હો હો હો
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
કોણ
ડૂબી ગયો છે, સઘળું છોડીને માયા સાથે મમતા કરી બેઠો છે અને એના લોભનો કોઈ અંત કે છેડો નથી, ત્યારે જો જૈનદર્શનની આ ભાવનાઓને આત્મસાત્ કરવામાં આવે તો એના જીવનમાંથી એવી ઘણી પરિસ્થિતિની આપોઆપ બાદબાકી થઈ જાય છે કે જેને કારણે જીવનમાં કોઈ ટેન્શન સર્જાય નહીં અને કોઈ સ્ટ્રેસ ઊભો થાય નહીં.
આ કષાય દૂર થતાં કઈ ઘટના બને? તમારા જીવનમાં તમારી દૃષ્ટિ કઈ તરફ જાય? તમારું ચિત્ત કોના પર ઠરે? એને હવે દેહની આળ-પંપાળમાં રસ નહીં હોય, એને હવે ઇન્દ્રિયોના તાલે નાચતા મનની સાથે નાચવું નહીં પડે. હવે એની નજર કોઈ બાહ્મ ભૌતિક આકર્ષણો, ભોગ-વિલાસ, વૈભવ પર નહીં હોય; પરંતુ એની દૃષ્ટિ આત્મામાં સ્થિર થઈ હશે. તીર્થકરોના અને મહાન આચાર્યો તથા સાધ્વીજીઓના જીવનમાં બનેલી ઘટનાઓ આનાં પ્રત્યક્ષ ઉદાહરણ છે. જૈનદર્શન કહે છે કે જો તમારી દૃષ્ટિ આત્મા પર ઠરી હશે તો આત્માના સદ્ગણોને બાળીને ભસ્મીભૂત કરનાર કષાયનો અગ્નિ તમને ઊની આંચ પણ કરી શકશે નહીં.
આજના ભૌતિક જગતમાં માનવી પ્રાપ્તિની પાછળ આંધળી દોટ લગાવે છે. એ કોઈ પદ કે સંપતિ પ્રાપ્ત કરે, તો તે પછી તેનાથી વધુ ઊંચું પદ કે વધુ સંપત્તિ મેળવવા માટે વલખા મારતો હોય છે. આ પ્રાપ્તિની દોડ એના જીવનમાં અજંપો અને તનાવ સર્જે છે. થોડું પ્રાપ્ત થાય તો વધુ લેવા દોડે અને વધુ પ્રાપ્ત થાય તો એથીયે વધુ લેવા માટે આંધળી દોડ લગાવે. આવે સમયે અપાર સંપત્તિ કે સામ્રાજ્ય છોડીને ત્યાગના પંથે ચાલનારા શ્રેષ્ઠીઓનું તમને સ્મરણ થાય કે જેઓએ ત્યાગમાં આનંદ માણ્યો છે. ત્યાગ એ જૈન ધર્મનો એક મહાન પાયો છે. દાનથી જૈન શ્રાવક-શ્રાવિકાના જીવનની શરૂઆત થતી હોય છે. દાનની ભાવના જીવનમાં વ્યાપ્ત હોય તો એમાંથી ધીરે ધીરે ત્યાગની ભૂમિકા સર્જાતી હોય છે. અપાર ધનવૈભવ ધરાવનારા શ્રેષ્ઠીઓ ભૂતકાળમાં અને આજે પણ સઘળું છોડીને સાધુતા ગ્રહણ કરે છે, તેનાં ઉદાહરણો આપણી સામે છે.
ધન્ના-શાલિભદ્રની કથાનું આપણને સ્મરણ છે તો ભામાશા, મોતીશા શેઠ, હઠીસિંહ શેઠ અને છેક વર્તમાનકાળમાં કસ્તુરભાઈ લાલભાઈ, દીપચંદ ગારડી વગેરેનાં ઉદાહરણો જોવા મળે છે. એમણે ધનપ્રાપ્તિ કરી, પરંતુ એને અંગત ઉપભોગ કે