________________
મમમ
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ન ક
રાગ-દ્વેષ કઈ રીતે જાગે? એનું મુખ્ય કારણ આપણી આસક્તિ છે. અનુકૂળતાથી આપણે પ્રસન્ન થઈએ છીએ અને પ્રતિકૂળતાથી આપણે અકળાઈએ છીએ. પ્રિય વસ્તુ તરફ રાગ છે અને અપ્રિય તરફ દ્વેષ છે. આ રાગ-દ્વેષની મુક્તિ કઈ રીતે પામી શકાય? એના ઉદાહરણ તરીકે ભગવાન મહાવીરના જીવનમાં આવતા ઉપસર્ગોને જોવાની વિનંતી કરું છું. આ ઉપસર્ગો અનુકૂળ પણ હતા અને પ્રતિકૂળ પણ હતા, પરંતુ એ કોઈ પણ પ્રકારના ઉપસર્ગોથી એમનું ધ્યાનભંગ થયું નહીં. આથી જ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્યએ ‘યોગશાસ્ત્ર' (૧-૨)માં ભગવાનમહાવીરને નમસ્કાર કરતાં કહ્યું છે કે
-
पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि । निर्विशेषमनस्काय, श्री वीरस्वामिने नमः ॥
- યોગા,
ઇન્દ્ર ચરણોમાં નમસ્કાર કરતા હતા, ચંડકૌશિક નાગ પગ પર ડંખ દેતો હતો. આ બંને પ્રત્યે જેમનું મન સમાન હતું એવા મહાવીરને હું નમસ્કાર કરું છું. - યોગશાસ્ત્ર, ૧૦૨
જો રાગ અને દ્વેષથી મુક્તિ પામી શકીએ તો સ્વાભાવિક રીતે જ વર્તમાન સમયમાં તનાવનાં કેટલાંય કારણોમાંથી મુક્તિ મળી જાય. જેમ કે ઈર્ષ્યાનો ભાવ તનાવ જગાડે છે, સંપત્તિના ઝઘડા તનાવ જગાડે છે. આ બધું રાગ-દ્વેષને કારણે બને છે. ‘શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં તનાવમુક્તિને માટે રાગ-દ્વેષના ત્યાગની વાત કરી છે અને લખ્યું છે કે જેનો મોહ (રાગ) સમાપ્ત થઈ જાય છે એનું દુઃખ સમાપ્ત થઈ જાય છે.' આ રીતે રાગ અને દ્વેષ જો ચાલ્યા જાય તો વ્યવહારજીવનમાં જે વિસંવાદો થતા હોય છે તે થાય નહીં. એકબીજાની ઇર્ષ્યાને કારણે સ્પર્ધા કે નિંદાનો ભાવ જાગતો હોય છે, તે ભાવનો જન્મ જ ન થાય.
રાગ-દ્વેષથી જનિત ક્રોધ, માન, યાયા, લોભ જેવી મલિન ચિત્તવૃત્તિઓને જૈનદર્શનમાં ‘કષાય’ કહેવામા આવે છે. હવે તમે જ વિચારો કે કષાયના આ ચાર ભેદ અર્થાત્ ક્રોધ, માન, માયા અને લોભ - એ જીવનમાંથી નષ્ટ થાય તો જીવનમાં કેવો અનુપમ આનંદ પ્રગટે ! આજે માણસ રાગની પાછળ દોડે છે, અભિમાનમાં
* ७७