________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
સખત વિરોધી હોવા છતાં હમણાં તેમણે ગર્ભપાત કરાવેલ સ્ત્રીઓને આ પાપની માફી આપવાનો અનુરોધ કર્યો. ઈશ્વર કોઈ પણ પાપ માફ કરી શકે તે ન્યાયે ધર્મગુરુઓને આવી મહિલાઓને પણ માફી આપવાની ભલામણ કરી છે.
ગર્ભપાતનો મધર ટેરેસાએ પણ સખત વિરોધ કર્યો હતો. (Catjpc News
Agenicy;)
વર્તમાન સમયમાં ગર્ભપાત એ શાંતિનો સૌથી મોટો હણનાર છે કારણ કે તે બાળકો સામેનું એક યુદ્ધ છે, નિર્દોષ બાળકોની એ સીધેસીધી હત્યા છે, માતાના દ્વારા જ હત્યા છે. જો આપણે સ્વીકારીએ કે માતા તેના પોતાના બાળકને મારી નાખી શકે છે તો આપણે અન્યને એકબીજાની હત્યા ન કરવાનું કેમ ના કહી શકીશું, સ્ત્રીઓને ગર્ભપાત ન કરવાનું કેમ ન સમજાવી શકાય? આપણે તેને પ્રેમથી સમજાવવી જોઈએ... જે રાષ્ટ્રોએ ગર્ભપાતને સ્વીકૃતિ આપી છે તે તેની પ્રજાને પ્રેમ કરવાનું શીખવતા નથી, પરંતુ તેમને જે કંઈ પ્રાપ્ત કરવું છે તે માટે હિંસા કરવાનું શીખવે છે. એટલા જ માટે ગર્ભપાત શાંતિ અને પ્રેમનો સૌથી મોટો હત્યારો છે. ભારતમાં તેથી હું અપીલ કરું છે કે, “બાળકોને પાછા લાવો'' બાળક એ કુટુંબને ઈશ્વરની ભેટ છે.
અમે હજારો જીવ બચાવ્યા છે. અમે ક્લિનિક્સ, હૉસ્પિટલો અને પોલીસ સ્ટેશનોને સંદેશો મોકલ્યો છે, “મહેરબાની કરીને બાળકોની હત્યા કરશો નહીં. અમે બાળકોને અપનાવી લઈશું''. આવી માતાઓને પણ ક્યું છે કે, “આવો, અમે તમારી કાળજી લઈશું. અમે તમારા બાળકોને ઘર આપીશું. કોલકાતામાંના અમારા શિશુગૃહમાં અમે ગર્ભપાતમાંથી ત્રણ હજાર બાળકોને બચાવી લીધા છે.’
(અમદાવાદસ્થિત થોમસ પરમાર એચ.કે. આર્ટ્સ કૉલેજના રીટાયર્ડ લેક્ચરર છે. સી.ઈ.પી.ટી. યુનિ.ના વિજિટીંગ લેક્ચરર છે. વિવિધ સેમિનારમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે).
૭૪