________________
[
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
અહીં અનેક પ્રકારની કથા સાહિત્યનું વર્ણન છે. ગેરસમજણથી કોઈ સાધક ધર્મવિમુખ બને ત્યારે ભગવાનના સાધકોનું આચરણ જ તેની ગેરસમજ દૂર કરી ધર્મમાં સ્થિર કરે છે તેનું વિશેષ વર્ણન છે.
શ્રી શય્યભવાચાર્ય દ્વારા પોતાના પુત્ર બાલમુનિ શ્રી મનકને લક્ષમાં રાખી પ્રથમ મૂળ સૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરવામાં આવી છે. પરમ દાર્શનિક પૂ. જયંતમુનિ લખે છે કે, “દશવૈકાલિક સૂત્ર” જૈન આગમનો સાર-સરવાળો છે. આ એક શાસ્ત્રના અવગાહનથી હજારો શાસ્ત્રોનું અવગાહન થઈ જાય છે. આ સૂત્ર મુક્તિધામની મહાયાત્રા છે.
શ્રી વ્યવહાર સૂત્રમાં આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, જ્ઞાનવ્યવહાર, ધારણાવ્યવાહર અને જિતવ્યવહાર સંયમી જીવનને નિર્મળ બનાવે છે.
ભગવાને પોતાના બે સાધકોની વચ્ચે એ બે ભેગા મળે ત્યારે, બે શ્રાવકો કે બે આચાર્યો ભેગા મળે ત્યારે, ગુરુ-શિષ્ય મળે તો બે મળવા પર એકબીજાએ કેવો વ્યવહાર કરવો તેનું વર્ણન આ સૂત્રમાં છે જેના દ્વારા સામુદાયિક સુમેળતાનું સર્જન થાય છે. આ સૂત્ર સાધુ, સાધ્વી, શ્રાવકો અને પરિવાર વચ્ચે સંવાદનું સર્જન કરાવતું શાસ્ત્ર છે.
સાધકોને સાધનાની વિશુદ્ધિ માટે અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાનોનું નિરૂપણ કરતું આગમ તે શ્રી આવશ્યક સૂત્ર છે. વ્યવહારમાં આપણે તેને પ્રતિક્રમણ સૂત્ર કહીએ છીએ. આત્મવિશુદ્ધિ કરવા માટે જે ક્રિયા અવશ્ય કરવાની છે તેને આવશ્યક કહ્યું છે.
આવશ્યકને જ્ઞાનીઓએ જીવનશુદ્ધિ, સંયમ વિશુદ્ધિ ક્રિયા કહી સાધનાનો પ્રાણ કહેલ છે. સમભાવની સાધના એ સામાયિક છે. તીર્થકરોની સ્તુતિ ચોવિસંથોથી શ્રદ્ધા બળવાન બને છે. વંદના દ્વાર સાધકોને ભક્તિભાવ પ્રગટ થાય છે. પ્રતિક્રમણ એ પાપથી પાછા ફરવાની પ્રક્રિયા છે. અંતર્મુખ થઈ આત્મભવમાં સ્થિર થવા માટે કાઉસગ્ગ અને ભવિષ્યનાં કર્મોના નિરોધ માટે પચ્ચખાણ એમ આ છ આવશ્યકની આરાધના સાધકના આત્મવિશુદ્ધિના લક્ષને સફળ બનાવવામાં સહાયક બને છે.
પ્રતિક્રમણ સાધક અને શ્રાવક બન્ને માટે દરરોજ કરવા યોગ્ય એવી પ્રક્રિયા છે જેનાથી આત્માની શુદ્ધિ અને વિશુદ્ધિ વર્તે છે. કર્મો જે દરરોજ બંધાતાં હોય
-- ૬૩ –