________________
મમમ
ઉદાહરણો છે. શરીરવિજ્ઞાનના સંશોધનનો આ વિષય છે.
મંત્રના ઉપયોગ અને લબ્ધિદિશા દર્શન કરાવનાર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાંના પાંચ મહાપાપોનું વર્ણન વાંચતાં પાપથી પાછા ફરવાના પાવન અવસરની પ્રેરણા પ્રાપ્ત થાય છે.
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ન ક
સત્ય, અહિંસા, આદિ ગુણો દ્વારા વિધેયાત્મક શક્તિની પ્રાપ્તિ કઈ રીતે કરવી તેનું વર્ણન આ સૂત્રમાં છે. અનેક પ્રકારની સિદ્ધિઓ, વિદ્યાઓ, લબ્ધિઓ
અને ઊર્જાઓને કઈ રીતે પ્રાપ્ત કરવી તે બતાવેલ છે.
પ્રાચીન કાળમાં આ આગમમાં અનેક વિદ્યાઓના મંત્રો તથા યંત્રોની વાત
હતી, પરંતુ એ વિદ્યાઓના મંત્રો કે યંત્રોનો દૂરઉપયોગ ન થાય, કોઈ રૂપાત્ર તેનો અકલ્યાણ માટે ઉપયોગ ન કરે તે આશયથી આ સૂત્રની પ્રાચીન વિદ્યાને ગુરુએ સંગોપી દીધી છે. આમ અનઅધિકારી શિષ્યને જ્ઞાનનો પરિચય ન કરાવવાની જૈન પદ્ધતિ વિશેષ વંદનીય છે. અને આ જ કારણે આચાર્યોએ આ આગમનો વિષય બદલી નાખ્યો છે.
શ્રી વિપાક સૂત્ર આગમમાં અજ્ઞાન દશામાં બાંધેલાં કર્મોનાં ભયંકર ફળ પાપકર્મોથી દૂર રહેવાનો માર્ગ બતાવે છે. દુષ્કૃત્યથી દુઃખ વિપાક થાય છે અને સુક્તથી સુખ વિપાક આ જાણી આપણી વૃત્તિઓ સુકૃત તરફ પ્રયાણ કરશે.
જીવનશૈલીમાં પાપથી બચવું છે. સત્કર્મોથી જીવનને વિભૂષિત કરવું છે તેવા પ્રકારની વિચારણા ધરાવતા સાધકો માટે વિપાક સૂત્રની ભૂમિકા અત્યંતપણે ઉપકારક છે.
આગમમાં અંગસૂત્રોના વર્ગીકરણ ઉપરાંત ૧૨ ઉપાંગ સૂત્રોનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જે ઉપયાંગો અંગોના સ્વરૂપને વિસ્તારે છે.
શ્રી ઉંચવાઈ સૂત્રમાં ભગવાનના ગુણર્વભવ ગણધર શ્રમણોની સંયમસાધનાનું દિગ્દર્શન છે. ભગવાનનું નગરમાં આગમન થતાં રાજા આનંદ - ઉલ્લાસ અને ભક્તિભાવથી દેવાધિદેવના દર્શને જાય છે તે વર્ણન વાંચતાં સંતો પાસે જવાની, વંદન કરવાની વિશિષ્ટ વિધિ કરવાનો બોધ થાય છે.
આપણાં કર્મો જ આપણી સદ્ગતિ કે દુર્ગતિનું કારણ છે. કયા પ્રકારના કર્મોથી કયા સ્થાનમાં જીવન ઉત્પત્તિ પામે તેનું વર્ણન કરેલ છે. તમારું કર્મ જ તમારી
* ૬૧