________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
ગતિનું કારણ બને છે, તેવા દૃષ્ટિબિંદુથી ભગવાન મહાવીરે ઈશ્વર કહેતા નથી પરંતુ કર્મો જ આપણા ભાગ્યવિધાતા બને છે, તેવી વિશિષ્ટ દૃષ્ટિ આ આગમમાં પ્રગટ કરેલ છે.
શ્રી રાયપણી સૂત્ર વાંચતાં ગુરુનો સમાગમ થતાં પરદેશી રાજાના જીવનપરિવર્તનનું વર્ણન વાંચી ગમે તેવા પાપી જીવ પણ અધ્યાત્મની ઊંચી દશા સુધી પહોંચી શકે છે તેની પ્રતીતિ થાય છે.
સંત સમાગમ, વ્યક્તિ પર કેવો મહાન ઉપકાર કરે છે અને તેને દેવલોકમાં સુખો અપાવી શકે અને પરમપદને પણ પ્રાપ્ત કરાવી શકે છે તે પ્રેરણાદાયી હકીકતનું આલેખન છે.
પોતાની રાઇટ આઈડેન્ટીટી જાણવા ઇચ્છુક સાધકો માટે રાયપસેણી સૂત્ર ઉપકારક બની રહેશે.
શ્રી જીવાજીવભિગમ સૂત્ર વાંચતાં જીવ અજીવનમાં જ્ઞાન દ્વારા અહિંસા અને જયણા ધર્મ પાળી શકાય છે.
ભગવાન મહાવીરે જગતજીવોની વિવિધ પ્રકારની વૃત્તિઓ, રૂચિઓ અને અલગ અલગ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને જ્ઞાનભાવોનું વર્ણન આ સૂત્રમાં કર્યું છે. આ સૂત્ર જીવવિજ્ઞાનનો એક ઊંડાણભરેલો દસ્તાવેજ છે.
શ્રી પન્નવણા સૂત્રમાં જૈન તત્ત્વજ્ઞાનની સમજણ આપવામાં આવી છે. આ સુત્ર પદાર્થવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને ચૈતસિક શક્તિઓનો ખજાનો છે. છ લેશ્યા અને ઓરા પરમાણુની ગતિનું વર્ણન, યોગ વિગેરેનું આલેખન, જ્ઞાનના ગહન ભંડાર સમું આ સૂત્ર ‘લઘુ ભગવતી' તરીકે ઓળખાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાનની અંતિમ દેશનારૂપે સમસ્ત જૈન સમાજમાં શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે. ૩૬ અધ્યયનમાં પ્રભુના અંતિમ ઉપદેશમાં જૈન ધર્મના મુખ્યતમ વિષયોનો પ્રાયઃ સમાવેશ થયો છે જેનું ચિંતન અને આચરણ આત્માનું ઊર્ધ્વગમન કરાવી શકે.
આ સૂત્રના ૨૯મા અધ્યયનમાં સમ્યક પરાક્રમના ૭૩ બોલ દ્વારા સાધક દશામાં ઉત્કૃષ્ટ સાધના કઈ રીતે પ્રગટ કરી અને મોક્ષમાર્ગમાં કઈ રીતે આગળ વધવું તેનો નિર્દેશ છે.
૬૨ ">