________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
આપનાર આંતર્દષ્ટિ તે ધર્મ છે.”
સાંપ્રત જીવનની સમસ્યાઓના નિવારણ માટે દરેક ધર્મએ પ્રયત્ન કરવો જોઈએ. તે માટે “જનસેવા એ જ પ્રભુસેવાના વિચારને અમલી બનાવવો જોઈએ.
ધર્મને સામાજિક નિસ્બતતા હોવી જોઈએ. જો કોઈ ધર્મ તેના ક્રિયાકાંડ, વિધિઓ, શાસ્ત્રોમાં જ કેન્દ્રિત હોય અને સાંપ્રત જીવનની સમસ્યાઓ નિવારવામાં નિષ્ક્રિય રહે તો તે ધર્મ સામાજિક નિસ્બતતા ગુમાવે છે, એટલું જ નહીં આવો ધર્મ એ બંધિયાર સરોવર જેવો બની જાય છે. ધર્મ એ સામાજિક પેદાશ હોવાથી ધર્મને સામાજિક નિસ્બતતા હોય એ જરૂરી છે. સાંપ્રત જીવનની સમસ્યાઓ નિવારવા માટે ધર્મનું માર્ગદર્શન મળી રહે તો વહીવટી તંત્રને એક મોટી ઓથ મળી રહે છે. બેકારી, લગ્નવિચ્છેદ અને ભૃણહત્યા એ સાંપ્રત જીવનની મોટી સમસ્યાઓ છે. આ સમસ્યાઓ વિશે ખ્રિસ્તી ધર્મનું દૃષ્ટિબિંદુ નીચે પ્રમાણે છે.
બેકરી (Unemployment) બેકારી એ સાંપ્રત જીવનનો એક મોટો પડકાર છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ (International Labour Organization - ILO) પ્રમાણે વિશ્વમાં ૭૫ અબજ એટલે કે ૧૨.૬ ટકા યુવાનો બેકાર છે. તેથી તે સમાજ ધર્મ અને રાષ્ટ્ર માટે ઝેર સમાન છે. બેરોજગારીનનું આ ઝેર વધુ ને વધુ ફેલાતું જાય છે. જેને બે ટંક પૂરતું ખાવાનું પણ ન મળતું હોય તેની પાસેથી આપણે ધાર્મિકતા, પ્રમાણિકતા અને સચ્ચાઈની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? “નોકરી વગરનો સજ્જન દેવળમાં પ્રાર્થનામગ્ન હોય એના કરતાં પરસેવાથી રેબઝેબ કામદાર પ્રભુને વધારે પ્રિય છે.” રોમન કેથલિક સંપ્રદાયના વડા પોપ દર મહિને એક ખાસ હેતુ માટે પ્રાર્થના કરવા પરિપત્ર બહાર પાડતા હોય છે. એ સંદર્ભમાં જેમને સંત તરીકે જાહેર કર્યા છે તેવા પોપ યોહાન પૉલ બીજા અને વર્તમાન પોપ ફ્રાન્સિસના બેરોજગારી વિશેના પરિપત્રોનો ઉલ્લેખ અહીં કરવો જરૂરી છે, જેના દ્વારા બેરોજગારી વિશે ખ્રિસ્તી ધર્મનું દૃષ્ટિબિંદુ જાણી શકાય છે. - ધર્મસભા (ધર્મસંઘ - Church) N.GOનો સંપર્ક સાધીને બેરોજગારી દૂર કરવાની ઝુંબેશ ચલાવે છે. યોહાન પૉલ બીજા તેમના પરિપત્રમાં (Labourem Exercens)માં કામકાજ વિશે જણાવે છે કે, “કામકાજથી પગાર મળે કે ન મળે પણ વ્યક્તિ
- ૬૯ –