________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી શાસ્ત્ર બની ગયા જે જીવને શિવ બનાવી પરમપદને પ્રાપ્ત કરવા સક્ષમ છે.
સદ્ગુરુની આજ્ઞા લઈ આ આગમ સૂત્રોના સ્વાધ્યાય કરવામાં આવે, જ્ઞાની ગુરુભગવંતોના સમાગમમાં તેનો શાસ્ત્રાર્થ સમજવામાં આવે અને તેનું નિજી જીવનમાં આચરણમાં અવતરણ થાય તો અવશ્ય આપણને મુકિતપંથ મળે અને સાંપ્રત જીવનમાં ઉદ્ભવતી સમસ્યાના સમાધાન માટે સચોટ માર્ગદર્શન મળી રહે.
જિનાગમમાં સૂત્રસિદ્ધાંતમાં વિચાર, વાણી અને વર્તનની વૃત્તિ-પ્રવૃત્તિ અને નિવૃત્તિની ભાવના અને કર્તવ્યનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. આ કાળે અને ક્ષેત્રે ભીતરની સંપદાની એકવીસ હજાર વર્ષ સુધીના માલિકી હક્ક આપતો આ આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે.
પુષ્પરાવર્ત મેઘની વર્ષાની અસરથી વર્ષા ન આવે તોપણ જમીનમાંથી કેટલાંક વર્ષ ફળો અને પાક આવ્યા કરે, પરંતુ ભગવાન મહાવીરની વાણી ઉપદેશ ધારારૂપ આ પાવન મેઘવર્ષાની અસર આ આરાની સમાપ્તિ એટલે કે એકવીશ હજાર વર્ષ સુધી રહેનાર છે. ગુરુકૃપાએ તે પાવન વાણીને ઝીલવાનું આપણને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ પ્રગટ થયું હોય કે ઉત્સુત્ર પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ.