________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી વાવરનો રોજ (epidemic) છે. છૂયછેડા લગ્નજીવનનો અંત લાવે છે અને આવા તૂટતા લગ્નજીવન સમાજને પણ અસર કરતા હોય છે.
કેથલિક ચર્ચ (ધર્મસંઘ) છૂટાછેડાનો વિરોધ કરે છે અને છૂટોછાડાને માન્યતા આપી નથી. લગ્નને કેથોલિક ધર્મસભાના સાત સંસ્કારોમાંનો એક સંસ્કાર ગણવામાં આવ્યો છે. આ સંસ્કાર પ્રભુ ઇસુ અને ધર્મસભા વચ્ચેના પ્રેમનું પ્રતીક છે. ધર્મસભા જણાવે છે કે, “ખ્રિસ્તી લગ્નમાં, લગ્ન આવશ્યક ગુણધર્મો એકતા અને અતૂટતા છે” (કેનન, ૧૦૫૬) આમ લગ્ન અતૂટ બંધન છે.
છૂટાછેડા વિશે ઈસુ ખ્રિસ્તના વિચારો ખૂબ જ અસરકારક છે. એકવાર પ્રભુ ઈસુને પૂછવામાં આવ્યું કે, “ગમે તે કારણસર પોતાના પત્નીને છૂટાછેડા આપવાની માણસને શાસ્ત્રમાં છૂટ છે?” (માથ્થી–૧૯;૩) પ્રભુ ઈસુએ જવાબમાં કહ્યું, “તમે વાંચ્યું નથી કે વિધાતાએ સૃષ્ટિના પ્રારંભથી જ માણસને નર ને નારી એમ સર્જેલાં છે અને કહેલું છે કે, આ કારણથી પુરુષ માતા-પિતાને છોડી જશે અને પોતાની પત્નીને વળગી રહેશે અને એ બંને એક બની જશે. એટલે પતિ-પત્ની બે નહીં રહેતા એક જ બની જાય છે. આથી ઈશ્વરે જેમને સાથે જોડ્યાં છે તેમને માણસે છૂટાં ન પાડવા”. (માથ્થી ૧૯:૪-). આમ કેથલિક ધર્મસભા છૂટાછેડાને માન્યતા આપતી નથી. કેથલિક દંપતીએ જો સિવિલ કોર્ટમાંથી છૂટાછેડા લીધા હોય તોપણ ધર્મસભા તેને માન્ય ગણતી નથી.
દાંપત્ય જીવનને ટકાવી રાખવા માટે ધર્મસભા અનેક પગલાં લઈ રહી છે, તેમાં મુખ્યત્વે બે અગત્યના છે – ૧) લગ્ન અંગેની શિબિરોનું આયોજન અને ૨) છૂટાછેડા લીધેલ દંપતીઓના હિતાર્થે ઇન્ટર ડાયોસેશન એક્લઝિયાસ્ટિકલ ટ્રિબ્યુનલની સ્થાપના. લગ્નઈચ્છુક યુવક-યુવતીઓ લગ્નની પવિત્રતા, ગંભીરતા તેમજ લગ્નજીવનની જવાબદારીઓ સમજે તે માટે બે દિસસની શિબિર યોજવામાં આવે છે. એક દિવસ આ શિબિરમાં યુવક-યુવતીના માતા-પિતાને પણ ભાગ લેવા માટે બોલાવવામાં આવે છે. આવી શિબિર ગુજરાતમાં નડિયાદ મુકામે માસ્ટર સેન્ટરમાં યોજવામાં આવે છે. દર વર્ષે લગભગ પાંચસો યુવક-યુવતીઓ આ શિબિરમાં ભાગ લે છે. અન્ય ધર્મના યુવક-યુવતીઓ પણ આ શિબિરમાં ભાગ લેતાં હોય છે. પ્રશ્નો અંગે યુવક-યુવતીઓ અને ભાવિ સાસુ-સસરા વચ્ચે પ્રશ્નો, પ્રતિપ્રશ્નો
- ૭૧ –