________________
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન પ ણ જૈનોના અનુષ્ઠાનોમાં વંદનની ક્રિયા કરવાની હોય છે. જૈનાચાર્યોએ નમન કરવાનું કહ્યું છે તેની પાછળ શરીરવિજ્ઞાન, યોગવિજ્ઞાન અને મનોવિજ્ઞાનનાં પરિબળો કામ કરે છે.
નમવાથી આપણું પેટ દબાશે અને પેટ નીચેની પેન્ક્રિયાસમાંથી જે રસ ઝરશે તે તામસી તત્ત્વોને શાંત કરશે. આ શરીરવિજ્ઞાનની પ્રક્રિયા થઈ. સાષ્ટાંગ પ્રણામની સ્થિતિમાં વંદન કરવું એટલે સમગ્ર ક્રિયાથી સમથળ પૃથ્વીના સાન્નિધ્યે સમાંતરપણે આપણે દંડવત થઈએ ત્યારે વૈશ્વિક ચેતનાનું આપણી સાથે અનુસંધાન થતાં જગતની શક્તિનો સહજ પ્રવેશ થાય છે. બાહ્યકૃતિ સાથે આંતરપરિવર્તન થતાં, પ્રણામ માટે આપણે જ્યારે નમીએ છીએ ત્યારે ભીતરસ્થિત અહંકાર પણ નમી જાય છે, ઝૂકી જાય છે. આપણામાંથી આપણી ચોપાસ નીકળતું, સર્જતું અહમ્ની સુરક્ષાનું સતત વર્તુળ ભાંગી પડે છે. આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાથી આપણે રચેલ અહમ્ અને મમની દીવાલોમાં તિરાડ પડે છે તે શરણાગતિના અત્યંતર ભાવોના પ્રવેશ માટે સહાયક બને છે. ભાવના અભિપ્રેત થતાં લોકોત્તર વંદનની યાત્રા શરણગતિમાં પરિણમે છે. આગમના આવશ્યક સૂત્ર અને અન્ય આગમ ગ્રંથોમાં વંદના વિશે વિગતો જાણવા મળે છે. - આધુનિક મનોવિજ્ઞાનના નિરીક્ષણ પ્રમાણે કોઈ પણ વ્યક્તિના ચિત્તની એકગ્રતા સામાન્ય સંજોગોમાં ૪૮ મિનિટથી વધુ ન રહી શકે. જૈન ધર્મના ગણધર ભગવંતોએ સામાયિક અનુષ્ઠાનની અવધિ બે ઘડી એટલે ૪૮ મિનિટ રાખી છે.
વિશ્વના તમામ વિષયો એક યા બીજી રીતે આગમમાં સંગોપ્યા છે. વ્યક્તિ, કુટુંબ કે વિશ્વની અનેક સમસ્યાનું સમાધાન આગમમાંથી મળે છે. સાંપ્રત જીવનમાં આગમ સૂત્રો જીવનવ્યવહાર કે અધ્યાત્મ સાધના માટે દીવાદાંડી સમાન ભૂમિકાના સ્થાને છે.
આગમમાં લખાયેલ સુક્તિઓ, ગાથાઓ શુષ્ક કે તર્કવાદી નથી, પરંતુ જેમનું જીવન એક પ્રયોગશાળા હતું તેવા પરમવૈજ્ઞાનિક પ્રભુ મહાવીરની અનુભૂતિની એરણ પર ઘડાયેલ પરમસત્યની સફળ અભિવ્યક્તિ છે. આ આગમવાણીના જનક માત્ર વિચારક કે ચિતક જ નહીં, પરંતુ ઉત્કૃષ્ટ સાધક હતા. વ્રતોને માત્ર ચિંતનની ભૂમિકા સુધી સીમિત ન રાખતાં, ચારિત્ર આચારમાં પરાવર્તિત થઈને આવેલા આ વિચારો
૬૬ –