________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
તે નિદ્ધત બંધાય છે અને નિકાચિત કક્ષાના થતાં અટકી જાય છે. તેની પ્રક્રિયા પણ આ જ પ્રતિક્રમણ સૂત્રમાં બતાવેલી છે. જે કર્મને અવશ્ય ભોગવ્યા વિના ક્ષય કરી શકાય તે નિદ્ધત. દરરોજના પાપનું જ્યારે પ્રતિક્રમણ કરવામાં આવે છે ત્યારે પાપની કક્ષા નિદ્ધત બની જાય છે, પરંતુ જ્યારે પ્રતિક્રમણ કરવામાં નથી આવતું ત્યારે તે કર્મો નિકાચિત બની જાય તેનું વર્ણન આ સૂત્રમાં છે. સાધકો અને શ્રાવકો નિત્ય પ્રતિક્રમણ કરે તો તે પરમપદ સુધી પહોંચી શકે છે.
અગિયાર અંગ સૂત્રો, બાર ઉપાંગ સૂત્રો, ચાર મૂળ, ચાર છેદ અને એક આવશ્યક સૂત્ર એમ બત્રીશ આગમો આત્મસુધારણા માટે સાધકાને કઈ રીતે ઉપયોગી છે તેની વિચારણા આપણે કરી. સ્થાનકવાસી અને તેરાપંથ સંપ્રદાયમાં બત્રીશ આગમ સૂત્રોનો સ્વીકાર થયો છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક આરાધકોની માન્યતા પ્રમાણે દસ પન્ના સૂત્ર – પ્રકીર્ણક સહિત બીજા તેર આગમગ્રંથોએ સ્વીકાર્યા છે. તીર્થકર દેવે અર્થથી જણાવેલ શ્રતને અનુસરીને પ્રજ્ઞાવાન મુનિવરો જેની રચના કરે તેને પ્રકીર્ણક કે પન્ના કહે છે.
ચતુઃશરણ પ્રકીર્ણકમાં ૩૪ અતિષયોથી વિભૂષિત અરિહંતોનો પરિચય અને ચાર શરણ સ્વીકારની વાત સાથે દુષ્કૃત્ય ગઈ ને સુકૃત અનુમોદનની વાત કહી છે. મહાપ્રત્યાખ્યાનમાં પાપ કરવું એ દુષ્કર છે કહી આલોચના વિધિ કહી છે. ભક્તપ્રતિજ્ઞા પ્રત્યાખ્યાનમાં ભક્ત એટલે આહાર અને પ્રતિજ્ઞા એટલે પ્રત્યાખ્યાન જીવનના અંત સમયે આહારત્યાગના પચ્ચકખાણ કઈ રીતે લેવા તે વિધિ બતાવી છે.
આ આગમોમાં બાળપંડિતમરણ અને પંડિતમરણની વિચારણા છે. પ્રત્યાખ્યાનનું વર્ણન અનશન માટેની યોગ્યતા અને પૂર્વતૈયારી, સંથારાનું વર્ણન, વૈરાગ્ય ભાવને દૃઢ કરતી વાતો, ગચ્છાચારમાં સાધુ-સાધ્વીની મર્યાદા, જ્યોતિષ અને દેવેન્દ્રનું વર્ણન, મરણ-સમાધિ પ્રકીર્ણકમાં મરણ સુધારવા માટેની આદર્શ પદ્ધતિઓ આત્મા સુધારણા માટે ઉપયોગી છે.
જૈન આગમના સંદર્ભે મનોવિજ્ઞાન, શરીરવિજ્ઞાન, પર્યાવરણ અને યોગની વિચારણા કરીએ. મનોવૈજ્ઞાનિકો, મનેચિકિત્સકો માનવીના મનની દશાનો અભ્યાસ
- ૬૪ –