________________
८
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
બેકારી, લગ્નવિચ્છેદ અને ગર્ભપાત વિશે ખ્રિસ્તી ધર્મનું દૃષ્ટિબિંદુ
] ડૉ. થોમસ પરમાર
ધર્મ એ સમાજ અને રાષ્ટ્રને ઘડનારું સમર્થ પરિબળ છે. વ્યક્તિને ‘પશુ’માંથી ‘માનવ’ બનાવનારી શક્તિ છે. ઉન્નતિને પંથે લઈ જનારી એ પ્રચંડ તાકાત છે. જીવનને તરવાની એ એક માત્ર નૌકા છે, માનવીની હૂંફ છે. માનવજીવનને ઉદાત્ત, મહાન, પવિત્ર, નેક, નીતિપૂર્ણ બનાવનારું દિવ્ય અને મંગલ તત્ત્વ છે.
વ્યક્તિગત અને સામાજિક જીવનમાં ધર્મનું ઘણું મહત્ત્વ રહેલું છે. ધર્મે મનુષ્યને ‘“મનુષ્ય’” બનાવવા પ્રયત્ન કર્યો છે. ધર્મે મનુષ્યમાં વિવેકબુદ્ધિને વિકસાવી તેના જીવનને ઉન્નત અને પ્રગતિશીલ બનાવ્યું છે. ધર્મના નૈતિક નિયંત્રણોએ તેને અનેક પાશવી પ્રવૃત્તિઓથી દૂર રાખ્યો છે. ધર્મ જ મનુષ્યજીવનને શાંત, નીતિપૂર્ણ અને સંસ્કારયુક્ત બનાવે છે.
સામાજિક જીવનમાં પણ ધર્મનું ઘણું મહત્ત્વ છે. મહાભારતમાં જણાવ્યા પ્રમાણે ધર્મ જ પ્રજાજીવનને ટકાવી રાખનારું પ્રચંડ બળ છે. ધર્મમાં નિર્દિષ્ટ નૈતિક બંધનો સમાજ જીવનને સ્વસ્થ રાખે છે. ધર્મને લીધે સમાજ અરાકજતા, અવ્યવસ્થા અને અનૈતિકતાની બદીઓથી બચી શકે છે. ધર્મ સમાજમાં સંવાદિતા અને સંઘટન લાવી શકે છે. આમ ધર્મ એ સમાજનું પ્રેરક અને પોષક બળ છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના મત પ્રમાણે મનુષ્યને સાચા માનવ તરીકે જીવન જીવવાની સૂઝ
૬૮