________________
ગમન સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
પરિવારમાં પત્ની, માતા અને પુત્રોનું સ્થાન અને વાનપ્રસ્થ આશ્રમનું વર્ણન પણ આ સૂત્રમાં છે.
ભગવાન મહાવીરે પોતાના શ્રાવકો જે સંસારમાં રહીને પણ ઉત્કૃષ્ટ આત્મકલ્યાણ કરે છે તેવા શ્રાવકોનું પોતાના શ્રીમુખેથી વર્ણન કરી શ્રાવકોને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે તે ઉપાસક દશાંગ સૂત્રથી પ્રગટ થાય છે.
શ્રી અંતગડદશાંગ સૂત્રમાં અંતમુહુર્તમાં મોક્ષે ગયેલા પુણ્યાત્મા આરાધક મુનિઓના જીવન શ્રાવકના ત્રણ મનોરથ ચરિતાર્થ કરવાના પ્રેરક બને છે.
આ સૂત્રમાં સહનશીલતાથી સફળતા સુધીની યાત્રાનું વર્ણન છે. શ્રાવક સુદર્શન ‘નમો જીણાણંજી અભયાર્ણ'ના જાપ કરે છે ત્યારે સેંકડો કિલો વજનું શસ્ત્ર તેના પર ફેંકવામાં આવે છતાં તે વાગતું નથી. જાપ-સાધનાને કારણે તેની આસપાસ સુરક્ષાચક્ર રચાય છે અને તેને બચાવે છે. આ ઘટનાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરતા જણાશે કે અદશ્ય પદાર્થ દશ્યને રોકી શકે. સુરક્ષાનો એક અદશ્ય ફોર્સ આપણી આસપાસ રચાય જે મેટલને પણ રોકી શકે છે. ગોશાલકે ભગવાન સામે ફેંકેલી તેજાલેશ્યા વખતે પણ આવું જ થયું.
ગજસુકુમાર માથે અંગારા મૂક્યા ત્યારે તેને પીડા ન થઈ. સાધુ લોચ કરે ત્યારે પહેલી ચાર-પાંચ લટ ખેંચે ત્યારે દુઃખ-પીડા થાય પછી તે પીડા ઓછી થાય. એનો અર્થ એ થયો કે આપણી ભીતર એનેસ્થેસિયા સક્રિય થાય છે. આપણી અંદર પીડાશામક રસાયણ સર્જાય છે જે નેચરલ એનેસ્થેસિયા છે. અંદરમાં એવું કાંઈક તત્ત્વ સર્જાય છે જે તત્ત્વ આપણી સહનશીલતાને વિકસાવે છે. આ સંશોધનનો વિષય છે.
શ્રી અનુત્તરોપપાતિકદશાંગ સૂત્ર આગમના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મહાત્માઓનું જીવન આપણા અધ્યાત્મ જીવનને નવી દિશા આપે છે.
ભગવાન મહાવીરની ઉપદેશધારાના આ આગમમાં દેહ પ્રત્યેનું મહત્ત્વ ઘટાડતા તપસાધકો જેવા કે ધન્ના અણગારની સાધનાનું વર્ણન છે.
આ સૂત્રમાં કહ્યું છે કે, મનુષ્ય માત્ર ખોરાકથી જ જીવી શકે એવું નથી, પ્રકાશ અને હવાથી પણ જીવી શકાય છે. સૂર્યપ્રકાશથી પણ જીવી શકાય તેવા દાખલા છે. રોજ એક ચોખાનો દાણો લઈને પણ લાંબો સમય જીવી શકાય તેવાં
go