________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
જીવનમાં ઉદ્ભવતી કેટલીક નાની-મોટી સમસ્યાનો ઉકેલ આપણને જૈન આગમ ગ્રંથોમાંથી મળી રહે છે.
આ આગમો સાંપ્રત જીવનમાં કેવી મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેની આપણે વિચારણા કરીએ.
“આચાર એ જ પ્રથમ ધર્મ છે. આ જીવનસૂત્ર અપાનવવાની સફળ તરકીબો શ્રી આચરાંગ સૂત્રમાં આચારશુદ્ધિ દ્વારા જીવનશુદ્ધિના સ્તરને ઊંચું લાવવા માટે છ પ્રકારના જીવોને “યતના', “જયણા' અને આચારશુદ્ધિનો માર્ગ બતાવ્યો છે. વળી આત્મસુધારણા અને સમાધિની પ્રાપ્તિ કરવામાં ઇન્દ્રિયવિજયની પ્રધાનતાનું નિરુપણ કરતાં શ્રી આચરાગ સૂત્રમાં કહ્યું છે કે, “જે મુખે તે મૂઠ્ઠાણે, ને મૂરુટ્ટા” જે પાંચ ઇન્દ્રિયોના વિષયો છે તે સંસારનું મૂળ કારણ છે.
સુત્રકતાંગ ભગવાન મહાવીરે કહેલું કે તાર્કિકપણે ગંગાસ્નાનથી મોક્ષ મળતો હોય તો ગંગામાં રહેલી બધી જ માછલીઓને મોક્ષ મળી જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્નાન બાહ્યશક્તિનું કારણ માત્ર છે. આત્મશુદ્ધિની પ્રક્રિયા નથી. દેહશુદ્ધિનું મહત્ત્વ ગૌણ છે. મોક્ષમાર્ગમાં આત્મશુદ્ધિનું જ મહત્ત્વ છે. - ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામી અને અન્યો સાથેની પ્રશ્નોત્તરી જ્ઞાનનો ખજાનો ખુલ્લો કરે છે. જિજ્ઞાસા અને શિષ્યનો વિનયભાવ સાંપ્રત જીવનમાં પ્રેરણાદાયી બને છે.
दस णक्खत्ता माणस्स वुड्डिकरा पण्णत्ता, तं जहामिगसिरमद्दा पुस्सो, तिण्णि य पुव्वाइं मूलमस्सेसा ।
हत्थो चित्ता य तहा, दस वुड्डिकराई णाणस्स ॥ ઠાણાંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે, દશ નક્ષત્ર જ્ઞાનની વૃદ્ધિ કરનારાં છે, તે આ પ્રમાણે છે – (૧) મૃગશીર્ષ (૨) આર્કા (૩) પુષ્ય (૪) પૂર્વાષાઢા (૫) પૂર્વભાદ્રપદા (૬) પૂર્વાફાલ્ગની (૭) મૂળ (૮) અશ્લેષા (૯) હસ્ત (૧૦) ચિત્રા. આ દશ નક્ષત્ર જ્ઞાનવૃદ્ધિ કરનારાં છે.
નક્ષત્રોમાંથી જે કિરણો નીકળે છે તે આપણા બ્રેઈનને અસર કરે છે. આ નક્ષત્રના સમયમાં ખુલ્લામાં કે ટેરેસ પર વિદ્યાપ્રાપ્તિનો પ્રયોગ કરવાનો હોય છે.
-
પ૮
–