________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક આચરણશીલતાને આ પૃથ્વી પર જો વધુ અને વધુ ફેલાવી શકીએ, તો આ વિશ્વમાં વૃદ્ધિ પામતા ધિક્કારને કાબૂમાં લાવવા માટે, આ પૃથ્વીને વધુ રહેવાયલાયક સ્થળ બનાવવા માટેનું જૈનોનું-જૈનધમીઓનું અનેકાંતવાદમાં શ્રદ્ધા રાખનારાઓનું મોટું યોગદાન બની રહેશે. આપણે આ વિશ્વમાં અહિંસા, અનેકાંત, પર્યાવરણરક્ષણ, સદાચાર અને પરસ્પર પ્રેમનાં મૂલ્યોને સ્થાપિત કરવાની દિશામાં કદમ-બે કદમ પણ માંડી શકીશું તો જ કવિ ઉમાશંકરની જેમ પ્રસન્નહ્રદયે ગાઈ શકીશું, “બધો પી આકંઠ પ્રણય, ભુવનોને કહી શકું,
મળ્યાં વર્ષો તેમાં, અમૃત લઈ આવ્યો અવનિનું '
(અભયભાઈએ ‘‘ચોવીશી સ્વરૂપ'' અને સાહિત્ય પર Ph.D. કર્યું છે. મુંબઈ યુનિ.ના Ph.D. માટેના ગાઇડ છે, કેટલાંક સેમિનારનું સંચાલન કરે છે અને શોધપત્રો પ્રસ્તુત કરે છે. તેમનાં પાંચ પુસ્તકો પ્રગટ થાય છે).
O
૪૫