________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
સ્ત્રી સાથે જો સંબંધ રાખીશ તો નરકમાં સબડવું પડશે. ગીતામાં આ શ્લોક દ્વારા એકપત્ની વ્રતની હિમાયત કરવામાં આવી છે જેને જૈન પરંપરામાં પરદારાવિરમણ અને સ્વદારાસંતોષ વ્રત કહે છે કે શ્રાવકો માટેનું ચોથું વ્રત છે. આના પાલનથી કૌટુંબિક જીવન અને દામ્પત્યજીવન સ્વસ્થ રહે છે.
આધિ (માનસિક ચિંતા), વ્યાધિ (શારીરિક તકલીફ) અને ઉપાધિથી (જેને પરિણામે માનસિક ચિંતા ઉભવે છે) પીડિત વ્યક્તિ માટે બીજા અધ્યાયનો ૧૪મો શ્લોક ઔષધનું કાર્ય કરે છે. આ શ્લોકમાં કહે છે,
માત્રા સ્પર્શાઃ તુ કૌન્તય શીત ઉષ્ણ સુખદુખદાઃ |
આગમ અપાચિનઃ અનિત્યાઃ તાન તિતિક્ષસ્વ ભારત | ઇન્દ્રિયો સાથેનો સંબંધ શીતળતા (ગમે એવું) અથવા ઉષ્ણતા (અણગમત) આપે છે. સુખ તથા દુઃખ આપે છે, આ બધું આવે છે ને જાય પણ છે. આ બધું અનિત્ય છે, એને અસ્વસ્થ થયા વિના સહન કરતાં શીખવું જોઈએ.’
જે ઈન્દ્રિયજન્ય સુખ-દુઃખ માટે કહ્યું છે એ આધિ, વ્યાધિ અને ઉપાધિ માટે પણ સત્ય છે કે આ બધુ આવે છે ને જાય પણ છે. આ બધું અનિત્ય છે એને અસ્વસ્થ થયા વિના સહન કરતાં શીખવું જોઈએ.
વ્યક્તિને મોતનો ભય હોય છે એટલે દેહની નશ્વરતા અને આત્માની અમરતા દર્શાવતાં બીજા અધ્યાયના શ્લોક નં. ૧૩, ૨૦, ૨૨ અને ૨૩માં કહે છે,
હિનઃ અસ્મિનું યથા કૌમારું યૌવન જરા |
તથા દેહાન્તર પ્રાપ્તિઃ ધીરઃ તત્ર ન મુસ્થતિ છે. જેવી રીતે દેહધારી આત્માને આ શરીરમાં કુમારાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આવે છે તેવી રીતે આત્માને બીજો દેહ પ્રાપ્ત થાય છે, ધીર પુરુષ આમાં મોહ પામતો નથી. (આવા પરિવર્તનથી મૂંઝાતો નથી.)
ન જાયતે પ્રિયતે કદાચિત્ ન અયમ્ ભૂત્વા ભવિતા ન ભૂયઃ
અજો નિત્ય શાશ્વત અયં પુરાણઃ ન હન્યતે હજમાને શરીરે ! આત્મા કદી ઉત્પન્ન થતો નથી અને કદી મરતો પણ નથી. આત્મા ક્યારેય જભ્યો ન હતો. જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. એ અજન્મા, નિત્ય, શાશ્વત
-
૫૦
-