________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી
અને અનાદિ છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી.
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગ્રહણાતિ નરઃ અપરાણિ | - તથા શરીરાણિ વિહાય જીર્ણાનિ અન્યાનિ સંયાતિ નવાનિ દેહી II
જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો તજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે તેવી રીતે આત્મા જીર્ણ શરીરો તજીને બીજા નવા ભૌતિક શરીરો ધારણ કરે છે.
નૈન છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ |
ન ચ એનં ક્લેદયન્તિ આપઃ ન શોષયતિ મારુતઃ | આ આત્માને શસ્ત્રો છેદી શક્તાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવું શકતું નથી કે પવન સુકવી શકતો નથી.
બુદ્ધિશાળી અને સમજદાર વ્યક્તિઓના મનમાં પ્રશ્ન થાય છે કે મારા જીવનનું ધ્યેય શું હોવું જોઈએ? હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું સ્વરૂપ છે મારું ? આવા પ્રશ્નોના જવાબમાં કહે છે કે, દેહથી પર એવા આત્મતત્ત્વની અનુભૂતિ જ દરેક સમસ્યાનું સમાધાન છે. અને અનુભૂતિ માટેનો માર્ગ પણ દર્શાવે છે જે જીવનનું અંતિમ સત્ય છે. માત્ર શારીરિક ભૂમિકા પર તથાકથિત તપની મર્યાદા અને અનુભૂતિની મહત્તા દર્શાવવા બીજા અધ્યાયના શ્લોક નં. ૫૯માં કહે છે,
વિષયો વિનિવર્તન્ત નિસહારસ્ય દેહિનઃ |
રસવર્જ રસઃ અપિ અસ્ય પરં દૃષ્ટવા નિવર્તતે છે. ‘આહાર ન કરવાથી (પાંચ ઇન્દ્રિઓના વિષયોનો આહાર) દેહધારીનો વિષય સાથે સંસર્ગ રહેતો નથી પણ એ વિષયો તરફનો રસ દૂર થતો નથી. આ રસ પરમતત્ત્વની અનુભૂતિથી જ દૂર થાય છે.
પરમ તત્ત્વના સાક્ષાત્કારના માર્ગનું વિવરણ કરતાં ૧૬મા અધ્યાયના ૨૧મા શ્લોકમાં કહે છે
ત્રિવિધ નરકમ્ય ઈદ દ્વાર નાશનમ્ આત્મનઃ | કામઃ ક્રોધઃ તથા લોભઃ તસ્માત એતત્ ત્રયમ્ ત્યજીત //