________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
સાંપ્રત જીવનની સમસ્યાના સમાધાન માટે જૈન આગમની ભૂમિકા
ગુણવંત બરવાળિયા
ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથ “આગમ' જૈન ધર્મની ઓળખ છે.
જેમ ગીતાનો પવિત્ર ગ્રંથ હિંદુ સનાતન ધર્મની ઓળખ છે, કુરાન મસ્લિમ ધર્મ, બાઈબલ ક્રિશ્ચિયન ધર્મની ઓળખ છે.
આત્માની સમજ આપે, આત્માની ઓખળ કરાવે તે આગમ છે,જૈન ધર્મનો પ્રાણ આત્મા છે. જૈન આગમોમાં પ્રરૂપિત વિવિધ તત્ત્વોનાં કેન્દ્રમાં આત્મા છે તેથી જ સંસારની સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યાનું સ્થાન સર્વોપરી છે, કારણ કે અધ્યાત્મ સિવાય અન્ય કોઈ પણ લોકવિદ્યા પાસે શાશ્વત સુખની બાહેંધરી નથી.
માનવીનું સાંપ્રત જીવન આધિ-વ્યાધિ અને ઉપાધિથી અશાંત છે. ત્યારે ચિરંજીવ શાંતિનો માર્ગ જૈન આગમ પાસે છે. આ કારણે સાંપ્રત જીવનમાં જૈન આગમની મહત્ત્વની ભૂમિકા છે.
પ્રબુદ્ધ કરુણાના કરનારા ભગવાન મહાવીરે ઉપૂનેઈવા, વિગમેઈવા અને ધુવેઈવા આ ત્રિપદી દ્વારા દેશના આપી. ગણધર ભગવંતો દ્વારા આ ઉપદેશ આપણને આગમરૂપે મળ્યો.
દેવો, મનુષ્યો અને તિર્યંચો, સમવસરણમાં ભગવાન મહાવીરની પાવન
-
પપ –