________________
હાશ. સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ન
એટલે કર્તાભાવ છોડી સાક્ષીભાવમાં રહેવું. આ જ ગીતાનો સારસંદેશ છે, જે વિશ્વની અનેક વ્યક્તિઓની સાંપ્રત નહીં પણ સર્વકાલની સમસ્યાઓનું સમાધાન છે.
શ્રી રાકોશભાઈ જવેરીના શબ્દોમાં આ લેખનું સમાપન કરીશ. “ભગવદ્ગીતા સમગ્ર વિશ્વ માટેનો ગ્રંથ છે અને શાશ્વત છે. એનો એક પણ સિદ્ધાંત જૈન સિદ્ધાંતની વિરુદ્ધ નથી. ભગવદ્ગીતાના પહેલા અધ્યાયના પહેલા શ્લોકના પહેલા બે શબ્દો ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે ને જુદી રીતે ગોઠવીએ તો બે શબ્દોમાં ભગવદ્ગીતાનો સાર આવી જાય. ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ કુરુ (દરેક ક્ષેત્રમાં ધર્મમય આચરણ હોવું જોઈએ) આ બે શબ્દોમાં વિશ્વની અને વ્યક્તિઓની સાંપ્રત નહીં પણ સર્વકાલીન સમસ્યાઓનું સમાધાન છે.
(મુંબઈસ્થિત દાર્શનિક સાહિત્યના અભ્યાસુ સુરેશભાઈનાં નવ પુસ્તકો પ્રગટ થયાં છે. તેઓ વ્યાખ્યાનમાળાઓમાં સુંદર પ્રવચનો આપે છે. જ્ઞાનસત્રોમાં ચિંતનસભર શોધપત્રો પ્રસ્તુત કરે છે).
O
૫૪