________________
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન પ
ણ
કામ, ક્રોધ તથા લોભ એ આત્માનો નાશ કરનારા (આત્માને અધોગતિમાં લઈ જનારા) નરકનાં ત્રણ દ્વાર છે, માટે એ ત્રણેને તજી દેવા જોઈએ.” ૩જા અધ્યાયના ૩૪મા શ્લોકમાં કહે છે,
ઇન્દ્રિય ઈન્દ્રિયસ્ય અર્થે રાગદ્વેષે વ્યવસ્થિતી . તયોઃ ન વશમ્ આગચ્છતુ તૌહિ અસ્ય પરિપબ્ધિનો | પ્રત્યેક ઇન્દ્રિયને તેના પોતાના વિષયમાં રાગદ્વેષ હોય છે. તે રાગદ્વેષને વશ ન થવું કારણકે રાગદ્વેષ આત્મસાક્ષાત્કારના માર્ગમાં અવરોધક છે.'
આત્મસાધના માટે છઠ્ઠા અધ્યાયના ૧૧, ૧૨, ૧૩ અને ૧૪મા શ્લોકમાં અને ચોથા અધ્યાયના ૨૯મા શ્લોકમાં કહે છે “સાધકે પવિત્ર અને એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર કુશ ઘાસ પાથરી એને આસનથી ઢાંકી ઉપર સુંવાળું વસ્ત્ર પાથરવું. આસન બહુ ઊંચું કે નીચું ન હોવું જોઈએ. આસન પર ટટાર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત તથા ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી, શરીર, ગરદન તથા માથું સીધું ટાર રાખી બંધ આંખે મનથી નાકના અગ્રભાગ પર દૃષ્ટિ સ્થિર રાખવી જોઈએ. આ પ્રમાણે શાંત ચિત્તવાળા સાધકે અપાનવાયુનો પ્રાણમાં અને પ્રાણનો અપાનવાયુમાં હોમ કરવો જોઈએ જેથી પ્રાણ અપાનની ગતિ રુદ્ધ (કેવળ કુંભક) થાય છે. આ પ્રાણાયામ છે'. આ ગુરુગમ્ય સાધના છે જેને માટે ૯મા અધ્યાયના બીજા શ્લોકમાં કહે છે,
રાજવિદ્યા રાજગુહ્ય પવિત્રમ્ ઇદમ્ ઉતમમ્ |
પ્રત્યક્ષ અવગવમ ધર્મે સુસુખં કર્તમ અવ્યયમ્ | આ જ્ઞાન (સાધના પદ્ધતિ) સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ છે, અતિ ગુપ્ત છે, પવિત્ર છે, ઉત્તમ છે, (આત્માનો) પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. આ ધર્મ છે અને આચરવામાં સુખદ છે.
જે સાધકનો પૂર્ણતા પામતા પહેલાં દેહ છૂટી જાય છે. એને આશ્વાસન આપતાં છઠ્ઠા અધ્યાયના ૪૦. ૪૧ અને ૪૨ નંબરના શ્લોકમાં કહે છે, “જેણે પૂર્ણતા પ્રાપ્ત કરી નથી એનો લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી. શુભ કર્મ કરનારો
-
પ૨
–