________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી ક્યારે પણ દુર્ગતિ પામતો નથી. દેવલોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી પવિત્ર શ્રીમંતના ઘરે જન્મે છે અથવા જ્ઞાનવાન યોગીઓના કુળમાં જન્મે છે. ખરેખર જગતમાં આવો જન્મ પામવો અત્યંત દુર્લભ છે.
પૂર્ણતા પામેલો સાધક મૃત્યુ સમયે દેહ કેમ છોડે છે એ દર્શાવતા ૮મા અધ્યાયના ૧૦, ૧૨ અને ૧૩મા શ્લોકમાં કહે છે, “મૃત્યુ સમયે પોતાના પ્રાણને બે ભ્રમરની વચ્ચે (આજ્ઞાચક્રમાં) સ્થિર કરી યોગબળે (જીવનમાં કરેલી આત્મસાધનાના પરિણામે ઉદ્ભવેલી ક્ષમતા) અવિચળ મનથી, પૂર્ણ ભક્તિસહ, ઓમકારનું ઉચ્ચારણ કરી જે દેહ તજે છે એ નિશ્ચિત્તપણે પરમગતિને પામે છે. જૈન પરંપરામાં પણ એવો ઉલ્લેખ છે કે કેવળજ્ઞાની જ્યારે દેહ છોડવાનો વખત આવે ત્યારે પહેલાં કાયાયોગ (શરીરને સ્થિર કરે), વચનયોગ (મૌન થાય), પછી મનને સ્થિર કરી અ, આ, ઈ, ઈ ઋ એટલા અક્ષરોના ઉચ્ચારમાં જેટલો સમય લાગે (ઓમકારના ઉચ્ચારમાં પણ એટલો જ સમય લાગે) એટલા સમયમાં દેહ છોડી જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થાય છે.
ઉપસંહારમાં એટલું કહી શકીએ કે સંસારની દરેક પ્રકારની પીડાઓમાંથી કેવી રીતે મુક્તિ પામવી, ધર્મને નામે થતી બાહ્યક્રિયાઓની મર્યાદા, દેહની નશ્વરતા અને આત્માની અમરતા, જીવનનું ધ્યેય તો આત્મતત્વની અનુભૂતિ છે અને તે કેવી રીતે પ્રાપ્ત કરવી અને પૂર્ણતા પ્રાપ્ત ન થાય, સાધના અધૂરી રહે છે તો નિરાશ થવા જેવું નથી આદિ સમગ્ર સમાધાન ગીતામાં સમાવિષ્ટ છે.
ઓશો રજનીશજી કહે છે, “ગીતા સાર સંચય છે. ગીતા મનુષ્યજાતિની જિજ્ઞાસા, ખોજ પ્રાપ્તિ આ બધાનું નવનીત છે. ગીતા દવાની દુકાનરૂપ છે, એમાં હજારો દવાઓ છે અને બધી કામની છે. તમે તમારા ડૉક્ટરે લખેલું પ્રિસ્ક્રિપ્શન લઈને જજો. તમને જે જરૂરી છે એ દવા ગીતામાંથી તમને મળી જશે. ગીતા હંમેશાં જીવંત રહેશે કારણ કે ગીતાના ગાનારા શ્રીકૃષ્ણ કોઈ વ્યક્તિ નથી પરંતુ સતત આવર્તિત થવાવાળી ચેતનાની પરમ ઘટના છે. એટલે જ કૃષ્ણ કહે છે, “સંભવામિ યુગે યુગે". ગીતાનો સંદેશ છે કે કર્મને લગાડવા ત્રણ ખીંટીઓ છે – ૧) રાગ ૨) દ્વેષ ૩) પરમાત્મા. જો કર્મને રાગદ્વેષની ખીંટી ઉપર ન લગાડીએ તો સહજ પરમાત્માની ખીંટી ઉપર લાગી જાય છે. કર્મને પરમાત્માની ખીંટી ઉપર લગાડવું
- પ૩ –