________________
શાહ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હ આપણા અભિનિવેશને ઓગાળવાનું કામ ચોક્કસ કરી શકે. શાળાઓના પુસ્તકાલયોમાં વિનોબાના સારગ્રહી પુસ્તકોનો સમાવેશ અવશ્ય થવો જોઈએ. એટલું જ નહીં આ પુસ્તકોના ઉત્તમ અંશોનો પાઠ્યપુસ્તકમાં પણ સમાવેશ કરવામાં આવે તો આપણી બધાની પૂર્વગ્રહમંડિત દૃષ્ટિ ઘણે અંશે ઓછી થાય. ઘણી બધી વાર બને છે એવું કે, આ પ્રકારના અભ્યાસક્રમો સમાજની શિષ્ટવર્ગની સ્કૂલોમાં અપનાવવામાં આવે છે પરંતુ નીચેના મધ્યમ વર્ગમાં તેમ જ ઝૂંપડપટ્ટીઓમાં ચાલતી શાળાઓમાં સાધનસામગ્રીને અભાવે યા અન્ય કારણોસર આવા ઉદામમતવાદી અભ્યાસક્રમોનો સમાવેશ થતો નથી, પરંતુ હવે સમાજની ફરજ છે કે, આવા અભ્યાસક્રમોનો વ્યાપક પ્રચાર, પ્રસાર કરે.
ગાંધીજીથી પ્રેરિત જૈન મુનિ સંતબાલજીએ પણ “સર્વધર્મ પ્રાર્થના' લખી છે. આ પ્રાર્થના અનેક અંશે વિશિષ્ટ છે. એમણે એ પ્રાર્થનામાં વિવિધ ધર્મોના પ્રેરકોના ઉપદેશના ઉત્તમ અંશોને જીવનમાં ઉતારવાની વાત કરી છે. આ પ્રકારના દૃષ્ટિકોણથી અન્ય ધર્મો જોવાથી, તેની મર્યાદાઓને અતિક્રમી તેમાંના ઉત્તમ અંશોને આત્મસાત કરવા તરફ આપણે ગતિ કરી શકીએ. અનેકાંત અથવા સ્યાદ્વાદનું વૈચારિક ભૂમિકાથી આગળ વધી વ્યવહારજીવનનું આ આચરણ આપણા જીવનના અનેક સંકલેશોમાંથી મુક્તિ અપાવનારું બને. - સંતબાલજીએ આજના યુગમાં જે કાર્ય કર્યું, તે જ કાર્ય આપણા પ્રાચીન પ્રકીર્ણક પ્રાચીન પ્રહલોક ઈતિ ભસિવ'માં જોવા મળે છે. ઋષિભાસિત પ્રકિર્ણકમાં વિવિધ ૩૩થી વધુ વિભિન્ન મતના ઋષિઓની જીવનપંથને અજવાળતી દેશનાઓનો સંગ્રહ છે.
પ્રશ્ન એ થાય છે કે, સહિષ્ણુતા એક જ પક્ષે રાખવાની, અન્ય પક્ષે નહીં? અહીં રાજદ્વારી અને સામાજિક પહેલની આવશ્યતા ઊભી થાય છે. અનેકાંતવાદી અથવા મધ્યસ્થ મૂલ્યોમાં વિશ્વાસ રાખનારી વ્યક્તિએ કે વ્યક્તિઓના જૂથોએ જે પ્રજામાં ગરીબી, અંધશ્રદ્ધા આદિને કારણે આ પ્રકારના અનેકાંતવાદી દૃષ્ટિકોણવાળાં મૂલ્યો પહોંચ્યાં ન હોય, ત્યાં આ પ્રકારનાં મૂલ્યો પહોંચાડવા માટે હૃદયપૂર્વકનો પુરુષાર્થ કરવો પડે.
પ્રભુ મહાવીરના અનેકાંતવાદની દાર્શનિક પૃષ્ટભૂ સાથે જ તેની વ્યવહારિક