________________
[
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન પ
ણ
આજના યુગનો માનવી સમસ્યાઓથી ઘેરાયેલો છે. આ સમસ્યાઓને આપણે આ રીતે વિભાજીત કરી શકીએ.
૧) વૈશ્વિક ત્રાસવાદ ૨) પ્રદૂષણ ૩) સામાજિક ૪) કૌટુંબિક ૫) વૈયક્તિક - આધિ, વ્યાધિ અને ઉપાધિ, લગ્નેતર સંબંધો.
આ સઘળી સમસ્યાઓનું સમાધાન અને આ સમસ્યાઓથી ઉપર ઊઠી જે આત્મસાધના કરવા ઇચ્છે છે, જેને દેહથી પર એવા આત્મતત્ત્વની ઝાંખી કરવી છે એની સમસ્યા છે કે એણે શું કરવું, કેવી રીતે આત્મસાધના કરવી એને માટે પણ ઉપાય ભગવદ્ગીતામાં દર્શાવેલ છે. ભગવદ્ગીતામાં સાંપ્રત સમસ્યાઓનું નહીં પણ સર્વકાલીન સમસ્યાઓનું સમાધાન આપણને મળે છે.
ત્રાસવાદના નિર્મુલન માટે કૃષ્ણ બહુ સ્પષ્ટ છે. પહેલા સમજાવટથી ત્રાસવાદ અટકાવવા પ્રયત્ન કરો, છતાં સમજાવટથી પરિણામ ન મળે તો શસ્ત્ર વાપરી ત્રાસવાદીઓનો સંહાર કરો જેથી રાષ્ટ્રમાં શાંતિ રહે. મહાભારતનું યુદ્ધ અટકાવવા કૌરવો પાસે વિષ્ટિ કરવા કૃષ્ણ ગયા, પરંતુ દુર્યોધન ટસના મસ ન થયો ત્યારે દુર્યોધન જેવા અધર્મીનો નાશ કરવા અર્જુનને ગાંડીવ ઉઠાવવા કહ્યું અને ચોથા અધ્યાયના ૩૮મા શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે -
પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કતામ્ |
ધર્મસંસ્થાપનાથય સંભવામિ યુગે યુગે છે.
“સજ્જનોની રક્ષા માટે, દુષ્ટોના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું દરેક યુગમાં અવતરું છું.” જ્યારે રોગનો ઉપચાર દવાથી શક્ય ન હોય ત્યારે ઑપરેશન કરવું પડે છે, એવો કૃષ્ણનો સ્પષ્ટ મત છે.
વિશ્વમાં સંતુલન જળવાઈ રહે એ માટે કૃષ્ણએ સત્તરમા અધ્યાયમાં યજ્ઞ, દાન અને તપ કરવાં જોઈએ એવું કહ્યું.
યજ્ઞ એટલે શુદ્ધિકરણ અને વ્યાપકતા. જેમ ફેક્ટરીમાંથી અને વાહનોમાંથી