________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
કરશે તેને સૌને ખુદા જોઈ રહ્યો છે. તારો રબ (મુદ્દા) એવો નથી કે તે વિના કારણ વસ્તીઓને નષ્ટ કરે.’’
“અલ્લાહને શું પડી છે કે તે તમને અકારણ યાતનાઓ આપે ? તમે કૃતજ્ઞતા દેખાડતા રહો અને શ્રદ્ધાથી નીતિના માર્ગે ચાલતા રહો.’’
“અને જો તમે લોકોથી બદલો લો તો બસ એટલો જ લો જેટલી તમારા ઉપર બળજબરી કરવામાં આવી હોય,પરંતુ જો સબ્ર (ધીરજ) રાખો તો તે ખુદાને વધારે પસંદ છે.’’
“તેઓ જો સદ્કાર્ય કરે છે તેની કદર કરવામાં આવશે. અલ્લાહ સંયમી લોકોને સારી રીતે ઓળખે છે. જ્યારે તમને કોઈ સલામ કરે તો તમે પણ તેને અત્યંત સારા શબ્દોમાં જવાબ વાળો અથવા જેવા શબ્દો તેણે કહ્યા છે તેવા જ શબ્દોમાં જવાબ વાળો. અલ્લાહ દરેક બાબતોનો નિગેહબાન છે.”
‘શેતાન માત્ર એટલું જ ઇચ્છે છે કે દારૂ અને જુગાર દ્વારા તમારી વચ્ચે દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન્ન થાય. તમને અલ્લાહની યાદ ને નમાજથી અટકાવે. શું તમે અટકી જશો?’’
આવી પ્રેમ, શ્રદ્ધા, કરુણા અને અહિંસાની શીખ આપતી કુરાને શરીફની આપાતોને હઝરત મહમ્મદ સાહેબે પોતાના જીવનમાં આચારમાં પણ મૂકી હતી.
અને એટલે જ મહંમદસાહેબ અંગે ગાંધીજીએ કહ્યું છે,
‘‘મહંમદ (સલ.) પણ ભારે કળાકાર કહેવાય. તેમનું કુરાન અરબી સાહિત્યમાં સુંદરમાં સુંદર છે. પંડિતો પણ તેને એવું જ વર્ણવે છે. એનું કારણ શું? કારણ એ જ કે તેણે સત્ય જોયું અને સત્ય પ્રગટ કર્યું, ''
ઈસ્લામમાં માંસાહાર તેની સંસ્કૃતિના ભાગ તરીકે સ્વીકારવામાં આવે છે. કારણે કે અરબસ્તાની રેતાળ પ્રદેશમાં એ સમયે રહેવા ફરજિયાત માંસાહાર કરવો પડતો હતો, પણ તેનો અર્થ બિલકુલ એવો નથી થતો કે ઇસ્લામ માંસાહાર દ્વારા હિંસાને પ્રાધાન્ય આપે છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં ઠેરઠેર અહિંસા અને શાંતિને વિશેષ મહત્ત્વ આપવામાં આવેલ છે.
લા ઇકરા ફીદીન અર્થાત્
૩૭