________________
ણિય સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
છે કાન
સૈનિકો ન હતા, તો તેમને આધુનિ હથિયારો ચલાવવાની ટ્રેનિંગ કોણ આપી રહ્યું છે? શસ્ત્રો સિવાય તેમની આર્થિક રૂરિયાતો કોણ સંતોષે છે? આ અને આવા અનેક પ્રશ્નો ISIની આર્થિક અને લડાયક સમૃદ્ધિ અંગે ગંભીર વિચારણા માગી લે તેવાં છે. એક મતાનુસાર આજે આતંકવાદ વિશ્વમાં એક માટો વ્યવસાય બની ગયો છે, જેના દ્વારા રાજકીય, સામાજિક કે આર્થિક લાભો વિશ્વના દેશો એકમેકના સહયોગથી મેળવી રહ્યા છે અને તેને આસાનીથી ઇસ્લામિક ધાર્મિક કટ્ટરતા સાથે જોડી આતંકવાદ એટલે ઇસ્લામ એવું તારણ રઢ કરી રહ્યા છે. કારણ કે આતંકવાદીઓના સર્વેક્ષણમાં મોટા ભાગના આતંકવાદીઓ મુસ્લિમો છે. આમ વિશ્વના ભિન્ન ભિન્ન દેશોમાં આમપ્રજા પર આચારવામાં આવતી હિંસા અને અપકૃત્યો ઇસ્લામિક આતંકવાદના નામે ઢંકાઈ રહ્યા છે અથવા તો તેના નામે ચડી રહ્યા છે. જો માત્ર ઈસ્લામ સાથે જ આતંકવાદને સંબંધ હોત તો ઈસ્લામિક રાષ્ટ્રો અવશ્ય આતંકવાદી હિંસાથી સુરક્ષિત રહ્યા હોત, પણ આતંકવાદી હુમાલાઓની વિશ્વવ્યાપી યાદી જોતાં માલુમ પડે છે કે ઈસ્લામિક રાષ્ટ્રો પણ આતંકવાદી હિંસાનો ભોગ બન્યાં છે. જેમ કે પાકિસ્તાન, ઇરાક, સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, સીરિયા, જેરુસાલેમ, યમન જેવાં અનેક ઇસ્લામિક રાષ્ટ્રોની પ્રજા અને તેમનાં ધાર્મિક સ્થાન મસ્જિદો આતંકવાદના હુમલાથી બચી શક્યાં નથી, તેનો ભોગ બન્યાં છે. એ બાબત સાચે જ વિચારણા માગી લે છે.
આતંકવાદને ઇસ્લામ સાથે જોડવામાં આવે છે ત્યારે ઇસ્લામ સાથે જ કટ્ટરવાદી ધર્મ છે? ઇસ્લામ અને હિંસાને કોઈ સીધો સૈદ્ધાંતિક સંબંધ છે? આતંકવાદીઓ જે ઇસ્લામી શબ્દ જેહાદ”ના નામે હિંસા આચરે છે તે શબ્દનો સાચો ધાર્મિક અર્ધ અને ઉદ્દેશ હિંસા થાય છે? એ તમામ બાબતો માટે જરૂરી છે, હઝરત મહંમદ પયગંબર સાહેબના ઇસ્લામને સૌપ્રથમ જાણવો, સમજવો.
ઇસ્લામ શબ્દ અરેબિક ભાષામાંથી ઉતરી આવ્યો છે. અરબી ભાષાના મૂળ શબ્દ સલામ પરથી ઉતરી આવેલા આ શબ્દનો અર્થ થાય છે શાંતિ, સમર્પણ અને ત્યાગ. ઇસ્લામના ધર્મગ્રંથ “કુરાન-એ-શરીફ’'માં પણ ઠેરઠેર એ જ વાતનો ઉલ્લેખ જોવા મળે છે. કુરાને શરીફ હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) પર
* ૩૫