________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
શરૂઆતથી અત્યાર સુધી સેંકડો આતંકવાવાદી હુમલાઓ થયા છે. આ હુમલામાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વીસમી સદી પણ તેનાથી બાકાત નથી. ઉપરોક્ત વ્યાખ્યા અને પ્રકારો મુજબ વિશ્વનો સૌથી મોટો આતંકવાદી જર્મનીનો હિટલર હતો એમ કહી શકાય, જેણે રાષ્ટ્રવાદ અને જાતીય શુદ્ધતાના નામે હિંસાની પરાકાષ્ટા સર્જી હતી, પણ આજે એ વાત ઇતિહાસના પડળોમાં દટાઈ ગઈ છે. આજના સંદર્ભમાં વિચારીએ તો લાદેન જેવા આતંકવાદીને વિશ્વમહાસત્તા બનવાના નશામાં પોષનાર અમેરિકા હતું. એ આંતરરાષ્ટ્રીય ઘટનાથી સૌ વાકેફ છે, પણ પછી એ જ અમેરિકા તેનો ભોગ બન્યું. ૨૦૦૧માં અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલ હુમલાએ અમેરિકા સહિત તમામ દેશોને ચોંકાવી દીધા હતા. તેની જવાબી કાર્યવાહી સ્વરૂપે અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને પૂરા દેશ પર કબ્જો જમાવી લીધો. અમેરિકામાં થયેલ હુમલો ખરેખર ઓસામા બિન લાદેને કર્યો હતો કે પછી હુમલો આઘાનિસ્તાન પર કબ્જો જમાવવા માટેનો ઘડી કાઢેલો કીમિયો ઘડી હતો, એક વિચાર માગી તેવો મુદ્દો છે. ટૂંકમાં એમેરિકાએ આતંકવાદને અટકાવવાના નામે અફઘાનિસ્તાન અને ઇરાકમાં ‘આતંક’ સર્જી કબ્જો જમાવવામાં સફળતા મેળવી હતી.
૧૩મી નવેમ્બર, ૨૦૧૫ની સાંજે પેરિસ શહેર ધણધણી ઊઠ્યું હતું. એ દુર્ઘટનાએ ૧૨૯ લોકોના જીવ લીધા હતા. એ હુમલાની જવાબદારી સીરિયામાં કાર્યરત ISISએ સ્વીકારી હતી. તુર્કીમાં ૧૫,૧૬ નવેમ્બર, ૨૦૧૫ના રોજ મળેલ જી-૨૦ સંમેલનમાં જ્યાં તમામ દેશો હુમલાની નિંદા કરી રહ્યા હતા, ISISને વખોડી રહ્યા હતા ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટીનના એક નિવેદનથી આખું વિશ્વ ચોંકી ગયું હતું, તેમણે કહ્યું –
‘રશિયાની ગુપ્તચર સંસ્થા દ્વારા મળેલી માહિતી અનુસાર આતંકવાદીઓને વિશ્વના ૪૦ રાષ્ટ્રો આર્થિક સહાય કરી રહ્યા છે.’
જો કે, તેમણે એ દેશોની કોઈ યાદી આપી ન હતી, પરંતુ તેમનું નિવેદન તાર્કિક જરૂર હતું ISISને હુમલાઓ કરવા માટે જરૂરી આધુનિક શસ્ત્રો કોણ પહોંચાડી કયું છે? ISIS બશરુલઅસદના સૈન્ય સામે ઊભું થયું હોવાથી તેઓ પ્રશિક્ષિત
* ૩૪