________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
આતંકવાદની સમસ્યા અને ઇસ્લામ
B] ડૉ. મહેબૂબ દેસાઈ
આજે આતંકવાદની સમસ્યા દુનિયાનાં દરેક રાષ્ટ્રોમાં પ્રસરી છે, તેમાં કોઈ રાષ્ટ્ર આપવાદ નથી. થોડા સમય પૂર્વે વિશ્વના “ઝીરો ક્રાઈમ” ગણાતા રાષ્ટ્ર ન્યૂ ઝિલેન્ડમાં મસ્જિદ પર થયેલ આતંકી હુમલો તેનું તાજું દૃષ્ટાંત છે. પરિણામે સૌ કોઈ આતંકવાદ અંગે ચિંતિત છે. આતંકવાદ અંગે ઊંડો અભ્યાસ કરનારા યુ.એસ. કોડ ઑફ ફેડરલ રેગ્યુલેશને આતંકવાદની વ્યાખ્યા આપતાં લખ્યું છે - - “રાજકીય કે સામાજિક ઉદ્દેશોની પૂર્તિ માટે સરકાર, નાગરિક અને આમપ્રજાને ધમકાવવી, દબાવવી અથવા તેની મિલકતોને નુકસાન કરી, માનવહિંસાઓ આચરવી એટલે આતંકવાદ'.
અમેરિકાના ગુપ્તચર વિભાગના પૃથક્કરણ મુજબ આતંકવાદના ચાર પ્રકારો
છે -
* રાષ્ટ્રવાદી – અલગતાવાદી * ધાર્મિક કટ્ટરવાદી * નવા ધાર્મિક * સામાજિક ક્રાંતિકારી આતંકવાદની ઉપરોક્ત વ્યાખ્યા અને પ્રકારોના સંદર્ભમાં ૨૧મી સદીની