________________
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન પ
ણ
દુનિયામાં ફસાદ ક્યારેય ફેલાવશો નહીં” એવા કુરાને આદેશ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે,
“પરસ્પર ઝઘડો ન કરો, સંતોષમાં જ સુખ છે''.
સમાજમાં વ્યાપક બનતી જતી અશાંતિના મૂળમાં એકબીજા પ્રત્યેની પ્રસરી રહેલી નફરત જવાબદાર છે. કુરાને શરીફમાં કહ્યું છે.
ન તો તમે કોઈનાથી નરફત કરો, ન કોઈ પર જુલમ કરો. ખુદા જુલમ કરનારથી નાખુશ છે.”
શાંતિમય સહઅસ્તિત્વના સિદ્ધાંતના પ્રખર પ્રચારક સમા કુરાને શરીફમાં માનવીય અભિગમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
“જેણે કોઈનો જીવ બચાવ્યો, તેણે સંપૂર્ણ માનવજાતિને જીવતદાન આપ્યું.”
આવી શાંતિ અને અહિંસાના પુરસ્કર્તા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ જીવનનાં અંતિમ દસ વર્ષોમાં ચોવીસ યુદ્ધોમાં સરસેનાપતિ તરીકે લક્રને માર્ગદર્શન આપ્યું હતું, પરંતુ તેમના સરસેનાપતિ તતરીકેના નેતૃત્વનો મુખ્ય ઉદ્દેશ રક્ષણાત્મક હતો. તેમનાં દરેક યુદ્ધો આક્રમક નહીં, રક્ષણાત્મક હતાં.
પંડિત સુંદરલાલજી મહંમદ સાહેબ (સ.અ.વ.)ના આવા અહિંસક અભિગમની નોંધ લેતાં લખે છે
અસીમ ધૈર્ય, શાંતચિત્ત, સહિષ્ણુતા અને શાલીનતા એ મહંમદ સાહેબના અહિંસક અભિગમના પાયામાં હતાં.”
પોતાની અમાનવીય હિંસાને ન્યાયપૂર્ણ સિદ્ધ કરવા આતંકવાદીઓ દ્વારા વપરાતો શબ્દ એટલે જિહાદ કે જેહાદ, આતંકવાદીઓ કોઈ ધર્મના અનુયાયીઓ નથી. કોઈ ધર્મ આતંકવાદીઓનો ધર્મ નથી. પોતાના સંકુચિત વિચારોને ધર્મના નામે હિંસા દ્વારા વ્યકત કરવાની ચેષ્ટા કરનાર દરેક માનવી આતંકવાદી છે.
“જેહાદ' જેવા આધ્યાત્મિક શબ્દનો સાચો અર્થ સમાજમાં પ્રચલિત નથી. જેહાદ એટલે અલ્લાહની રાહમાં જાન, માલ અને આચરણથી પ્રયત્ન કરવો. એ માટે કષ્ટ સહેવું, આપવું નહીં. હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ આ અંગે ફરમાવ્યું છે, “તમારી નફસ (આત્મા) સામે જેહાદ કરો.” મોહ, માયા, ઇચ્છા,
-
૩૮
–