________________
સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન પ
ણ
મહંમદ સાહેબને એકવાર કોઈકે પૂછયું, “સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસલમાન) કોણ?” આપે ફરમાવ્યું, ‘એ મુસ્લિમ જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે.”
સહાબીએ વધુ સ્પષ્ટતા માટે પૂછયું, “એટલે ?”
મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું, “અલ્લાહના માર્ગમાં જેહાદ કરવાનું દૃષ્ટાંત એવા માણસ જેવું છે કે જે માણસ દિવસના રોજા રાખે છે અને રાત્રે ખુદાની ઈબાદતમાં લીન રહે છે.”
એક વાર મહંમદ સાહેબ (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું. “સૌથી મોટી જેહાદ કઈ?'
આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું, “સૌથી મોટી જેહાદ પોતાની વૃત્તિઓ પર કાબૂ મેળવવાની છે. પોતાનાં ક્રોધ અને વાસનાઓ પર જીત એ જ સૌથી મોટી જેહાદ
ઈસ્લામના ધર્મગ્રંથ કુરાને શરીફમાં આવી મોટી જેહાદને “જેહાદ-એ-અકબરી’ તરીકે ઓળખાવેલ છે. આમ જેહાદ એટલે યુદ્ધ-ખૂનામરકી નહીં.
કુરાને શરીફમાં હથિયારબંધ લડાઈનો ઉલ્લેખ છે, પણ જ્યાં જ્યાં આવી લડાઈનો ઉલ્લેખ છે ત્યાં જેહાદ શબ્દ વપરાયો નથી. તેના સ્થાને “કેતાલ’ શબ્દ વપરાયો છે. અરબી શબ્દ ‘કતાર’નો અર્થ થાય છે હથિયારબંધ લડાઈ.
ટૂંકમાં, આતંકવાદ અને ઇસ્લામને કોઈ તાર્કિક સંબંધ નથી. આતંકવાદ એ કોઈ ધાર્મિક સમસ્યા પણ નથી. એ તો આંતરરાષ્ટ્રીય કક્ષાની રાજકીય સમસ્યા છે. તેના માટે કોઈ એક ધર્મ કે તેના અનુયાયીઓને કેન્દ્રમાં રાખી વિચારવું યોગ્ય નથી.
(અમદાવાદસ્થિત મેહબૂબભાઈ નિવૃત્ત પ્રાધ્યાપક છે. દેશ-વિદેશની શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનાં પ્રવચનો યોજાય છે. તેમના ધર્મ અને દર્શન પર કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે).
-એ ૪૦
–